ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયબર જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે શિક્ષકોને અપાઈ તાલીમ

Text To Speech

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ત્યારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી ક્રાઇમ, ગુજરાત રાજય, ગાંધીનગર અને નિયામક, GCERT, શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે રાજયના કોમ્પ્યુટર વિષયના શિક્ષકોને સાયબર ક્રાઇમ અંગેની તાલીમ આપવામાં આવી.

સાયબર જાગૃતિ દિવસની ઉજવણી અન્વયે સ્ટેટ રાજયના ધો. 6 થી 8ના શિક્ષકો, DIETના IT શાખાના સિ.લેક્ચરર-જુ.લેક્ચરર, ટેકનિશિયન તેમજ સી.આર.સી., બી.આર.સી.સી.ના શિક્ષકોને સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંગેની તાલીમ BISAG ના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ થકી ઓનલાઇન વિડીયો તેમજ ટેલિકોન્ફરન્સથી રાજયના 20,225 શાળાઓમાં આશરે 50,000 જેટલા શિક્ષકોને આપવામાં આવી અને તાલીમના અંતે પ્રશ્નોતરી રાખવામાં આવેલ જેના સંતોષકારક જવાબ આપેલ.

બી. એમ. ટાંક, નાયબ પોલીસ અધિક્ષક,એચ.પી. પંડ્યા, પો.ઇન્સ.(વા.) તથા ધવલ જે. શુકલ, પોલીસ સબ ઇન્સપેક્ટર(વા.) નાઓના પ્રયત્નો માર્ગદર્શનથી આ તાલીમમાં શિક્ષકોને સાયબર ક્રાઇમ અંગેની જાણકારી, સાયબર ક્રાઇમની અલગ અલગ મોડસ ઓપરેન્ડી તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટેના સુચનો ઉપરાંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦, સાયબર ક્રાઇમ ફરીયાદ માટેની વેબસાઇટ www.cybercrime.gov.in અને સાયબર વોલન્ટીયર યોજના અંગેની વિગતવારની માહિતી આપી રસ ધરાવતા શિક્ષકોને તેમાં જોડાવા માટે જણાવવામાં આવ્યું હતુ. સાયબર ક્રાઇમથી બચવા અને નવા નવા સાયબર ક્રાઇમ વિશે જાણકારી મેળવી શકે તે હેતુથી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના સોશીયલ મિડીયા પેજને ફોલો કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતુ.

સાયબર ક્રાઇમ વિશે જાણો
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ,છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ,પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે

દર માસના પ્રથમ બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે ટી. એસ. બિષ્ટ, પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, સુભાષ ત્રિવેદી, પોલીસ મહાનિરીક્ષક, ક્રાઇમ-૧, સૌરભ તોલંબીયા, નાયબ પોલીસ મહાનિરીક્ષક તેમજ સુબોધ ઓડેદરા, પોલીસ અધિક્ષકસાયબર સેલ નાઓના આદેશ તથા માર્ગદર્શનથી રાજ્યના શિક્ષકોને સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંતર્ગત તાલીમ આપવાનું આયોજન કરાયું.

Back to top button