મહેસાણામાં ટ્રેઈની વિમાન ખેતરમાં ખાબક્યું, કોઈ જાનહાનિ નહીં, જુઓ વીડિયો


મહેસાણા, 31 માર્ચ : મહેસાણા જિલ્લામાં આજે બપોરના સમયે એક દુર્ઘટના બની હતી. જેમાં એક ટ્રેઈની વિમાન બેકાબુ થતાં એક ખેતરમાં પડ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ હાલ આ બનાવના વીડિયો વાયરલ થયા છે. આ વિમાન એક પ્રાઈવેટ કંપનીનું હતું. જેમાં ટ્રેનિંગ આપવામાં હોય છે.
વિમાન મહિલા પાયલોટ ઉડાવી રહી હતી
આ ઘટના ઉચરપી ગામ પાસે બની હતી. આ વિમાન બ્લૂ રે નામની પ્રાઈવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન હતું. જેને એક મહિલા પાયલોટ ઉડાવી રહી હતી. દરમિયાન તેણી ઉચરપી ગામ પાસે પહોંચતા તેણે વિમાન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને તેનું વિમાન ખેતરમાં પડ્યું હતું. જેના લીધે તેને સામાન્ય ઈજા થઈ હતી.
સ્થાનિકો મદદ માટે દોડી ગયા
આ બનાવની જાણ થતાં સ્થાનિકો તુરંત જ દોડી ગયા હતા. તેઓએ વિમાનમાંથી મહિલા પાયલોટને બેભાન હાલતમાં બહાર કાઢી હતી અને તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ટ્રેનિંગ કંપનીના સંચાલકો પણ દોડી ગયા હતા.