ટોપ ન્યૂઝનેશનલ

પુણે નજીક તાલીમાર્થી વિમાન ક્રેશ, મહિલા પાયલોટનો આબાદ બચાવ

Text To Speech

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં એક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું. જેમાં 22 વર્ષની મહિલા પાઈલટને ઈજા પહોંચી છે. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પ્લેન પડ્યું હતું. જેનો અવાજ થતા ખેડૂતો ડરી ગયા હતા.

તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું

આ વિમાને આજે સવારે બારામતીથી ઉડાન ભરી હતી. આ દરમ્યાન વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં પહોંચતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે મળતી માહિતી મુજબ, પ્લેન કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું છે. સદનસીબે પ્લેનમાં બેઠેલી મહિલા પાયલનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં પ્લેનને ઘણું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પાયલટને સુરક્ષિત બહાર નીકળવામાં આવી હતી

ટ્રેઇની પાઇલટે બારામતીથી ઉડાન ભરી હતી

બારામતીમાં કાર્વર એવિએશન દ્વારા પાઈલટોને એરક્રાફ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. આજે સવારે એક ટ્રેઇની પાઇલટે બારામતીથી ઉડાન ભરી હતી, જેની ડ્રાઇવર મહિલા પાઇલટ હતી. વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં કોઈ કારણસર અચાનક ક્રેશ થઇ ગયું હતું

Back to top button