ભીષણ ગરમીથી લખનઉમાં ટ્રેનના પાટા પીગળીને વળી ગયાં, મોટો અકસ્માત ટળ્યો
- ભીષણ ગરમીના કારણે ટ્રેનના પાટા પીગળીને વળી ગયા.
- પાયલોટની સાવચેતીના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના નિગોહન રેલવે સ્ટેશન પર એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે લગભગ 5 વાગે નિલાંચલ એક્સપ્રેસ લૂપ લાઇન પરથી પસાર થતાં જ ટ્રેનના પાટા ગરમીમાં પીગળી ગયા હતા, પીગળતાની સાથે પાટા એ વળાક લઈ લીધો હતો. ત્યાર બાદ ટ્રેનને નિગોહન સ્ટેશન પર મુખ્ય લાઇનને બદલે તેને લૂપ લાઇન પર ચલાવવામાં આવી હતી.
પાટા વળી જતા લોકો પાયલોટને આંચકો મહેસૂસ થયો હતો. અને તેને ટ્રેનને થંભાવી દીધી હતી. અને આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમને આપી હતી. ત્યારબાદ એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓએ ટ્રેકનું સમારકામ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેકના ખરાબ મેન્ટેનન્સના કારણે આ ઘટના બની હતી. હાલમાં આ ઘટનાની તાપસ શરુ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, લખનૌથી પ્રયાગરાજ-પ્રતાપગઢ રૂટ પર નિગોહન રેલવે સ્ટેશનની મુખ્ય લાઇનમાં બીજી ટ્રેન ઉભી હતી. જેના કારણે નીલાંચલ એક્સપ્રેસ લૂપ લાઇન પરથી પસાર થઈ હતી અને આ દરમિયાન ટ્રેનના પાયલટે ટ્રેનની સ્પીડ ધીમી કરી હતી અને પછી આગળ જઈને તેને રોકી હતી. આ કારણોસર એક્સપ્રેસ કોઈ પણ દુર્ઘટના વિના વાંકાચૂંકા રેલવે ટ્રેક પરથી પસાર થઈ હતી. નહિંતર, બાલાસોર ટ્રેન દુર્ઘટના જેવો મોટો અકસ્માત થયો હોત.
લોકો પાયલોટે ફરિયાદ નોંધાવી:
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે લોકો પાયલોટ લખનૌ જંકશન પર પહોંચ્યો ત્યારે તેણે આ અંગે ફરિયાદ નોંધાવી. તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. જે બાદ રેલ્વે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ મજૂરોને બોલાવીને રેલવે ટ્રેકનું રિપેરિંગ કામ શરૂ કરાયું હતું.
તપાસ માટે ટીમ બનાવી:
તે જ સમયે, સ્ટેશન માસ્ટરને એલર્ટ કરવામાં આવ્યા હતા જેથી લૂપ લાઇનમાંથી કોઈ ટ્રેન પસાર ન થાય. જો કે હવે રેલવે ટ્રેકના વળાંકને સુધારવામાં આવ્યો છે. આ સાથે, આ કેવી રીતે થયું અને તેની પાછળનું સ્પષ્ટ અને સાચું કારણ શું છે તે અંગે ડિવિઝનલ રેલ્વે મેનેજરે એક તપાસ સમિતિની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે.
આ પણ વાંચો: ભીષણ ગરમીના કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં 100નાં મોત, આ રાજ્યોમાં એલર્ટ જારી