ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીમાં ટ્રેનને અકસ્માત, ચાર મુસાફરોનાં મૃત્યુ, 20 ઘાયલઃ હેલ્પલાઈન નંબરો જારી

Text To Speech

ગોંડા, 18 જુલાઈ, 2024: ઉત્તરપ્રદેશના ગોંડામાં દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા છે. આ ટ્રેન ચંડીગઢથી ગોરખપુર જઈ રહી હતી તે સમયે દુર્ઘટના થઈ છે. આ ઘટનામાં એક મુસાફરનું મૃત્યુ થયું છે અને કેટલાક ધવાયા છે. વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

ટ્રેનના 12 ડબા પાટા પરથી ઉતરી જવાની આ ઘટના ગોંડા જિલ્લાના જિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશનોની વચ્ચે બની છે. હાલ રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે.

દુર્ઘટનામાં ઓછામાં ઓછા એક મુસાફરનું મૃત્યુ થયું છે અને અમુક મુસાફરો ઘવાયા છે.

આ દુર્ઘટનાને કારણે આ ક્ષેત્રમાં ચાલતી લગભગ અડધો ડઝન ટ્રેનોની અવર-જવર ઉપર અસર પડી શકે છે.

ઘટનાની જાણ થતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને તત્કાળ ઘટના સ્થળે પહોંચવા સૂચના આપી હતી.

દુર્ઘટનાને પગલે ઓછામાં ઓછી 13 ટ્રેન રદ્દ અથવા ડાયવર્ટ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

દરમિયાન, રેલવેએ આ અકસ્માતની માહિતી મેળવવા માટે તત્કાળ હેલ્પલાઈન નંબરો જારી કર્યા છે, જૂઓ અહીં નીચેઃ

હેલ્પલાઈન - HDNews

આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…

Back to top button