TRAI Sim Rule: 20 રુપિયામાં 4 મહિના સુધી સિમ કાર્ડ એક્ટિવ રહેશે, બંધ થવાનો ડર રહેશે નહીં
નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2025: આજના સમયમાં મોટા ભાગના મોબાઈલ યુઝર્સ બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જુલાઈ 2025થી રિચાર્જ પ્લાન્સ મોંઘા થયા બાદથી બે-બે નંબરને રિચાર્જ કરવાનું ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે. ભલે આપણે એક જ સિમ કાર્ડનો વધારે ઉપયોગ કરતા હોય, પણ ઘણી વાર આ ડરથી પણ નંબરને રિચાર્જ કરાવવું પડે છે ક્યાંક નંબર બંધ ન થઈ જાય. જો આપને પણ આ પ્રકારનો ડર સતાવી રહ્યો હોય તો આપ નંબરને રિચાર્જ કર્યા વિના પણ કેટલાય મહિનાઓ સુધી સિમને એક્ટિવ રાખી શકે છે.
સતત રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ થશે
હંમેશા લોકો સેકન્ડરી સિમને ફક્ત પોતાની ખાસ જરુરિયાતોને પુરી કરવા માટે રાખે છે. એટલા માટે નંબરને ડિસ્કનેક્ટ થવા અથવા બંધ થતા રોકવા માટે તેમાં પણ રિચાર્જ કરાવતા રહેતા હોય છે. પણ જ્યારથી રિચાર્જ પ્લાન્સ મોંઘા થયા છે, ત્યારથી સેકન્ડરી સિંમમાં પૈસા ખર્ચવાનું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. જો કે ટેલીકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઈંડિયાના નિયમોએ જિયો, એરટેલ, વીઆઈ અને બીએસએનએલના કરોડો યુઝર્સને મોટી રાહત આપી છે. તો વળી ટ્રાયના નિયમોએ મોબાઈલ યુઝર્સને સતત મોંઘા રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છુટકારો આપ્યો છે.
TRAIના નિયમોએ આપી મોટી રાહત
હકીકતમાં જોઈએ તો, કેટલાય લોકો રિચાર્જ પ્લાન ખતમ થતાં જ પોતાના નંબર પર એ ડરથી રિચાર્જ કરાવી લેતા હોય છે, ક્યાંક તેમનો નંબર બંધ ન થઈ જાય. જો તમે પણ તરત રિચાર્જ કરવાના ટેન્શનથી બચવા માગો છો તો ટ્રાય મોબાઈલ યુઝર કંઝ્યૂમર હેન્ડબુકમાં જણાવ્યા અનુસાર, રિચાર્જ ખતમ થયા બાદ આપનું સિમ કાર્ડ 90 દિવસ સુધી એક્ટિવ રહે છે.
20 રુપિયા ખર્ચીને 120 દિવસ એક્ટિવ રહેશએ સિમ
ટ્રાયના નિયમ અનુસાર, જો આપનો નંબર 90 સુધી બંધ રહે છે અને તેમાં 20 રુપિયાનું પ્રીપેડ બેલેન્સ છે, તો કંપની આપને આ 20 રુપિયાને કટ કરીને 30 દિવસની વેલિડિટી વધારી દેશે. મતલબ આપનો નંબર આપ કૂલ 120 દિવસ સુધી એક્ટિવ રાખી શકશો. આવી જ રીતે કોઈ સેકન્ડરી સિમ રાખે છે તો તેમાં 20 રુપિયાનું બેલેન્સ રાખીને રિચાર્જ ખતમ થવા પર 120 દિવસ સુધી સિમ કાર્ડને એક્ટિવ રાખી શકે છે.
15 દિવસનો ટાઈમ મળશે
ટ્રાયના જણાવ્યા અનુસાર, આ 120 દિવસ બાદ સિમ કાર્ડ યુઝર્સને 15 દિવસનો ટાઈમ આપવામાં આવે છે,તો ફરી વાર આપના નંબરને એક્ટિવેટ કરવાનો. જો કે કોઈ યુઝર આ 15 દિવસમાં પણ પોતાના નંબરને એક્ટિવેટ નથી કરાવતા તો પછી તેમનો નંબર બંધ થઈ જશે અને કોઈ બીજાને તમારો નંબર આપી દેવામાં આવશે.
આ પણ વાંચો: બિહારમાં બેન્ક લૂંટવાનો પ્લાન નિષ્ફળ ગયો, બેન્કની બાજુમાં 5 ફુટ ઊંડો ખાડો ખોદ્યો