ત્રાહિમામ ! ચીનમાં દવાઓનો પુરવઠો ખોરવાયો, દુકાનો પર લાગી રહી છે લાંબી લાઈનો
કોરોનાએ ચીનમાં ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. કેસો સતત વધી રહ્યાં છે અને લોકડાઉનના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી રહ્યાં છે. કોરોનાના કેસો વધતા દવાઓની માંગમા વધારો થઈ રહ્યો છે, તેથી દવાઓનો પુરવઠો ઠપ ચૂક્યો છે. કોરોના વધતા એક તરફ જિનપીંગ સરકાર સ્વાસ્થ્ય સેવાઓ ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ લોકડાઉન વિરોધ પ્રદર્શનને લીધે સરકારે હાલમાં જ ઝીરો કોવિડ નિયમોમાં છૂટ આપી છે.
આ પણ વાંચો :
દવાની દુકાનો પર લાગે છે લાંબી લાઈનો
ચીનમાં ચીનમાં દવાઓનો પુરવઠો અટકી ગયો છે. દવાની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને દવાઓ અને અન્ય તબીબી સાધનો માટે ભટકવું પડી રહ્યુ છે. જ્યાં દવાઓ ઉપલબ્ધ છે, ત્યાં સામાન્ય ભાવ કરતા અનેક ગણા વધારે ભાવમાં દવાઓ મળી રહી છે. તેથી જ આ ખામીને દૂર કરવા માટે સરકારે પ્રતિબંધોને હળવા કરવાની જાહેરાત કરી છે.
આ કારણોસર થઈ રહી છે દવાઓની અછત
ચીનમાં દવાઓની અચાનક અછત પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું એ કે ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેસ વધવાને કારણે દવાઓની માંગ વધી છે. બીજુ કારણ લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ છે. જેને લીધે લોકો દવાઓ ખરીદી સંગ્રહ કરી રહ્યા છે, તેથી સંગ્રહખોરીને લીધે માંગમાં અચાનક થયેલા વધારાથી પણ મુશ્કેલી સર્જાઈ છે.
ચીનની સરકારે કોવિડ વિરુદ્ધ બનાવી છે આ રણનીતિ
ચીનમાં સરકારે પ્રતિબંધોને હળવા કરવાની જાહેરાત કરી છે, તેથી વિરોધને જોતા હવે સરકાર લોકડાઉન કે ક્વોરેન્ટાઈન જેવા કડક નિયમો લાગુ નહીં કરે. સરકાર હવે કોવિડ ઝીરો પોલિસીના કડક નિયમો જેમ કે લોકડાઉન, ક્વોરેન્ટાઇન અથવા મુસાફરી પર પ્રતિબંધને બદલે અન્ય પદ્ધતિઓ દ્વારા કોરોના પર કાબૂ મેળવવામાં આવશે. આ માટે ચીનની સરકારે રણનીતિ તૈયાર કરી છે. જેમાં કોવિડમાં હોસ્પિટલોની દેખરેખ રાખવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ તેમજ દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા એ સૂચના આપવામાં આવી છે કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.