દ્વારકામાં દુઃખદ ઘટના, શોર્ટ સર્કિટના કારણે ઘરમાં લાગી આગ, 4ના મૃત્યુ
- શોર્ટ સર્કિટના કારણે દ્વારકામાં એક મકાનમાં લાગી આગ
- આગમાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ
દ્વારકા, 31 માર્ચ: દ્વારકાના આદિત્ય રોડ પર મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે. વહેલી સવારે લાગેલી આ આગમાં એક જ પરિવારમાં સાત મહિનાની પુત્રી, બે મહિલા અને એક પુરુષનું મૃત્યું થયું છે. આગની ઘટના સવારે 3 થી 4 વાગ્યા વચ્ચે બની હતી જ્યારે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હતી. આગના કારણે ફેલાતા ધુમાડા અને ઝાકળને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાયા હતા અને ચાર લોકોના મૃત્યુ થયા હતા.
મૃતકોની ઓળખ પવન કમલેશ ઉપાધ્યાય (30 વર્ષ), તિથિ પવાન ઉપાધ્યાય (27 વર્ષ), ધ્યાન ઉપાધ્યાય (7 મહિનાની છોકરી) અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાય તરીકે થઈ છે.
ફાયરની ટીમ ઘટના સ્થળે
મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતદેહો સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
ગૂગળી બ્રાહ્મણ પરિવારમાં ભારે શોકનો માહોલ
દ્વારકાના આદિત્ય રોપ પર આવેલા ગૂગળી બ્રાહ્મણ પવન કમલેશ ઉપાધ્યાયના ઘરે વહેલી સવારે 3થી 4 વાગ્યાની આસપાસ આગ લાગતા એક પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે, જેના કારણે ગૂગળી બ્રાહ્મણ સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો, નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો