રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગરના લખતર નજીક આડેસર અને લીલાપુર ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પર આવેલા અંડરપાસ કોઝેવમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ચાર ગામોનો રસ્તો બંધ થઈ હતો. જેના કારણે 108 એમ્બ્યુલન્સ અટવાઈ હતી. જેથી મહિલા દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલા દર્દીનું મોત થયું હતું.
સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા108 ફસાઈ
રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે. વરસાદના બીજા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે હાલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ઘબડાટી બોલાવી છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તા પર ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.લખતર નજીક આડેસર અને લીલાપુર ગામ વચ્ચેના રેલવે ટ્રેકનો અંડરપાસ કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો જેના કારણે 108 એમ્બ્યુલન્સ ન નીકળી શકી ન હતી.પરિણામે 108 સારવાર સમયસર ન પહોંચી શકી ન હતી. અને સારવારના અભાવે 60 વર્ષના વૃદ્ધાનું મોત થયું હતું.
સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા મહિલાનું મોત
પ્રાપ્ત વિગતો મુજબ લીલાપુર ગામના 60 વર્ષના મંજુલાબેન ડાયાબિટિસની બીમારીથી પીડાતા હતા. તેમને અચાનક ડાયાબિટિસ વધી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનોએ તાત્કાલિક 108એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે 108 એમ્બ્યુલન્સ સમયસર લીલાપુરમાં પહોંચી શકી નહોતી. અને મહિલા દર્દીનું સારવારના અભાવે મોત નિપજ્યું છે.
અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી 108 ફસાઈ
સુરેન્દ્રનગરના લખતર, લીલાપુર, પાટડીને જોડતો રેલવેનો અંડર બ્રિજ જોખમી બન્યો છે.સુરેન્દ્રનગરમાં અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી 108 ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા વગર જ બ્રિજ બનાવી દેવાયો હોવાથી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આ પ્રકારની આ ઘટના તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો : ભારતીય ટપાલ વિભાગની અનોખી સેવા એટલે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી