ટોપ ન્યૂઝનેશનલ

દુ:ખદ અકસ્માત : સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં આર્મીના 16 જવાન શહીદ

Text To Speech

દેશના પૂર્વતરથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઉત્તર સિક્કિમના ભીષણ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયા છે. અકસ્માત સર્જનાર વાહનમાં ત્રણ વાહનોનો કાફલો સામેલ છે. કાફલો સવારે ચાતણથી થંગુ તરફ આગળ વધી રહ્યો હતો.

Sikkim Accident Hum Dekhenge News 01

આ દરમિયાન જવાના માર્ગ પર વાહન એક તીવ્ર વળાંક પર ગાડી ખાઇમાં ખાબકી ગઇ હતી. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકોના મોત થયા છે.

ઉત્તર સિક્કિમમાં ભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાની એક ટ્રકને અકસ્માત નડ્યો છે. અકસ્માત અંગે પ્રાપ્ત થઈ રહેલા પ્રાથમિક અહેવાલ અનુસાર, શુક્રવારે અચાનક આ ટ્રક રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ગબડી પડી હતી. આ દુર્ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. જ્યારે 4 જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ અકસ્માત અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, ઘાયલોને ઉત્તર બંગાળની લશ્કરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : હવે નાકથી લઈ શકાશે કોરોનાની રસી, નેઝલ વેક્સિનને સરકારની લીલીઝંડી

Back to top button