ગુજરાતટોપ ન્યૂઝ

દમણના જામપોર બીચ પર દુર્ઘટના; પેરાગ્લાન્ડિંગ વખતે પવન બદલાતા 3 મુસાફરો પટકાતા ઇજાગ્રસ્ત થયા

Text To Speech

વલસાડઃ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે વેકેશન માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે. દમણ ખાતે આવેલા જમપોર બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા આવતા હોય છે. જેમાં સહેલાણીઓ બીચ પર વિવિધ પ્રકારના એડવેન્ચર્સની મજા માણતા હોય છે.

દમણના જમપોર બીચ ઉપર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતી વેળા સહેલાણીઓ સાથે બની હતી. પેરાગ્લાઈડિંગમાં ત્રણ જેટલા સહેલાણીઓ પેરાગ્લાઈડિંગ કરવા માટે હવામાં ઉડ્યા હતા. જે દરમિયાન અચાનક હવા બદલાતા સહેલાણીઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં 3 સહેલાણીઓ નીચે પટકાયા હતા અને ઘાયલ થયા હતા. હાલ તમામને દમણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વાપીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Back to top button