

યુપીના વૃંદાવનમાં એક મોટો અકસ્માત થયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. વાસ્તવમાં, બાંકે બિહારી મંદિર પાસે દુસાયત વિસ્તારમાં એક ઘરની બાલ્કની પડી, જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બનાવની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક મદદ માટેના આદેશ આપ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું
આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે વાંદરાઓ એકબીજા સાથે લડી રહ્યા હતા ત્યારે દુસાયત વિસ્તારના રહેવાસી વિષ્ણુ બાગના ઘરની બાલ્કની પડી ગઈ હતી.
ત્રણ દિવસથી ભારે ભીડ હતી
આ અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના દર્શન કરવા માટે છેલ્લા 3 દિવસથી મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. ભીડને કાબૂમાં લેવામાં જિલ્લા પ્રશાસનની તમામ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હતી. લોકો પહેલાથી જ આ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.