પાટણમાં કરુણાંતિકા, બે અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયા

- હારીજ અને ચાણસ્મા પાસે ગોઝારી ઘટના બની છે
- ચાણસ્મા પાસે એક અલ્ટો કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી
- હારીજમાં ત્રણ મહિલાઓ પરથી આઈસર ટ્રક પસાર થયો હતો
પાટણમાં કરુણાંતિકા સર્જાઇ છે. જેમાં બે અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયા છે. તેમાં હારીજ અને ચાણસ્મા પાસે ગોઝારી ઘટના બની છે. ઘટનામાં મહિલા અને બે દીકરીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતા. મધ્ય રાત્રીએ એક આઈસર ચાલકે 12થી 15 લોકોને ભયંકર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: સુરતમાં રૂપિયા બે કરોડની કાર પોલીસે કરી ડિટેન, જાણો શું છે કારણ
ઘટનામાં મહિલા અને બે દીકરીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત
હારીજના દાંતરવાડા ગામ નજીક એક આઈસર ચાલકે વરાણા ખાતે જઈ રહેલા સંઘના રથ સહિત 12થી 15 લોકોને ભયંકર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મહિલા અને બે દીકરીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતા. અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જયારે અકસ્માતની અન્ય ઘટનામાં ચાણસ્માથી ધરમોડા તરફ હોલી હોટલ નજીક એક અલ્ટો કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં બાઈક ચાલક તથા કારમાં સવાર બે લોકો મળી કુલ ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતા. અને કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: લો બોલો, અમદાવાદમાં ST બસની ચોરી થઈ, ચોર માનસિક અસ્થિર હોવાનું ખુલ્યું
ત્રણ મહિલાઓ પરથી આઈસર ટ્રક પસાર થયો હતો
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાળા ગામના 35 લોકો વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાનો 15 દિવસીય મેળો ચાલતો હોવાથી સંઘ લઈને દેલમાલથી સોઢવ થઈ દાંતરવાડા ખાતે પહોંચ્યાં હતા. ત્યારે એક આયસરના ચાલકે દાંતરવાડા નજીક પહોચેલ સંધને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી. કે માતાજીના સંઘનો રથ રોડથી 150 ફૂટ આગળ બાવળોમાં જઈ પડયો હતો. ત્રણ મહિલાઓ પરથી આઈસર ટ્રક પસાર થયો હતો. અન્ય 10 લોકોને અડફેટે લીધા હતા. જેમાં ટ્રકના ટાયર નીચે આવેલ એક આધેડ મહિલા અને બે બાળકીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં હતા. શારદાબેન કડવાજી ઠાકોર, રોશનીબેન જગાજી ઠાકોર અને પટેલ વિશ્વાબેન કનુભાઈનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થઈ ગયો હતો. હારીજ પોલીસે આઈસર ચાલર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.