નેશનલ

મહારાષ્ટ્રમાં દુર્ધટના : PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ, મૃતકોના પરિજનનોને 2 લાખ સહાયની જાહેરાત

Text To Speech
  • મહારાષ્ટ્રમાં બસ અકસ્માતમાં 12 લોકોના મોત, 25થી વધુ ઘાયલ
  • PM મોદીએ ટ્વીટ કરી સહાયની કરી જાહેરાત
  • મૃતકોના પરિજનનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

મહારાષ્ટ્રના રાયગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઆ હતા જેમાં એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં 12 લોકોના મોત અને 25થી વધુ ઘાયલ થયા થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ દુર્ઘટના અંગે PM મોદીએ પણ દુ : ખ વ્યક્ત કર્યું છે. અને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રમાં દુર્ઘટનામા સહાયની જાહેરાત

મહારાષ્ટ્રના રાયગઢમાં એક ભયંકર બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી ગઈ હતી. જેમાં 12 લોકોનાં મોત અને 25થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે દુઃખદ બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય મળશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી છે.

PM મોદીએ કર્યું ટ્વીટ

PM મોદી દ્વારા ટ્વીટ કરીને રાયગઢમાં બસ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ.50,000 આપવામાં આવશે તેમ જણાવવામા આવ્યું છે.

આ પણ વાંચો : ડમી કાંડમાં મોટો આક્ષેપ, યુવરાજસિંહે નામ ન લેવા બાબતે કર્યો તોડ !

Back to top button