ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video: મધ્યપ્રદેશમાં દુર્ઘટના, મંદિરની દીવાલ ધરાશાયી થતાં આઠ બાળકોનાં મૃત્યુ, ઘણા લોકો ઘાયલ

Text To Speech

ભોપાલ, 04 ઓગસ્ટ : મધ્યપ્રદેશના સાગરના શાહપુરમાં એક મંદિરની દીવાલ ધરાશાયી થતા 8 બાળકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા બાળકો મોટાભાગના 10 થી 14 વર્ષની વયના હતા. આ બાળકો શાહપુરમાં હરદૌલ બાબા મંદિર પાસે શેડ બનાવીને પાર્થિવ શિવલિંગ બનાવી રહ્યા હતા. દરમિયાન દિવાલ ધરાશાયી થઈ અને શેડ નીચે શિવલિંગ બનાવતા બાળકો તેમાં ફસાઈ ગયા. હાલમાં ઘાયલ બાળકોમાંથી એકને દમોહ અને બાકીનાને સાગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

સાગરના જિલ્લા કલેક્ટર દીપક આર્યએ જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈ જવાથી 8 બાળકોના મૃત્યુ થયા છે. જયારે ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. ઘટના સ્થળેથી તમામ કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે. સીએમના આદેશ પર પ્રશાસને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : ગુજરાત: જો તમે પાવાગઢ મંદિરે દર્શન માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરદૌલ બાબા મંદિરમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. મંદિરની દિવાલ ધરાશાયી થતાં બાળકો કાટમાળ નીચે દટાયા હતા. સ્થાનિક લોકોએ દિવાલ નીચેથી બાળકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં સુધીમાં 8 બાળકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં બોક્સર નિશાંત દેવ સાથે ચીટિંગ થઇ ? જુઓ વિજેન્દરે શું કહ્યું

Back to top button