ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શ્રાવણના પહેલા સોમવારે બિહારમાં દુર્ઘટના, ગંગામાં ડૂબી જતા ચાર યુવકોના મૃત્યુ

  • એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવાનો પ્રયાસ કરતાં અન્ય ત્રણ યુવકો પણ ડૂબ્યા
  • SDRF ટીમે ચારેયના મૃતદેહ શોધી પાણીમાંથી બહાર કાઢ્યા

પટના, 22 જુલાઈ : આરામાં ગંગા દશેરાના અવસરે ગંગામાં સ્નાન કરવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે. કહેવાય છે કે ચારેય યુવકો સ્નાન માટે બનાવેલા ઘાટથી લગભગ 200 મીટર દૂર ગંગા નદીમાં અંદર સ્નાન કરી રહ્યા હતા. દરમિયાન એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવાનો પ્રયાસ કરતાં અન્ય ત્રણ યુવકો પણ ડૂબી ગયા હતા. આ ઘટના જિલ્લાના બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવપુર ગંગા ઘાટ પર બની હતી.

સેલ્ફી લેવા ગયો અને ઊંડા પાણીમાં ગરકાવ થયો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગા દશેરાના અવસર પર તમામ યુવકો બહોરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુર ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયા હતા. ત્યાં ન્હાતી વખતે એક યુવક પોતાના મોબાઈલથી સેલ્ફી લેવા ગયો અને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયો. તેને જોઈને તેના અન્ય ત્રણ મિત્રો પણ તેને બચાવવા પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન એક પછી એક બધા ડૂબી ગયા. લગભગ 12 કલાકની મહેનત પછી, SDRF ટીમે ચારેયના મૃતદેહ શોધી કાઢ્યા અને તેમને પાણીમાંથી બહાર કાઢ્યા અને તમામ મૃતદેહોને આરા સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.

આ પણ વાંચો : ‘જેટલી લડાઈ લડવી હતી તે લડી લીધી, હવે માત્ર દેશ માટે કામ કરો’, ચોમાસુ સત્ર પહેલા પીએમનું સંબોધન

ઘટનાસ્થળે પહોંચેલા એસડીપીઓએ શું કહ્યું

ઘટનાસ્થળે પહોંચેલા જગદીશપુર સબ ડિવિઝનના એસડીપીઓ ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે, ગંગા નદીમાં સ્નાન કરતી વખતે સેલ્ફી લેતી વખતે એક યુવક ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ તેના અન્ય ત્રણ મિત્રો તેને બચાવવા ગયા હતા અને તે દરમિયાન ચારેય ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. SDRF અને સ્થાનિક લોકોની મદદથી પાણીમાં ડૂબી ગયેલા ચારેય મૃત યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

નવા ચૂંટાયેલા સાંસદ પણ હોસ્પિટલ પહોંચ્યા

આ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદ સુદામા પ્રસાદ પણ સદર હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના પાઠવી. તેમણે જિલ્લા વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગંગા દશેરા પર આટલો મોટો કાર્યક્રમ યોજવાનો હતો. અગાઉથી માહિતી મળી હતી કે ગંગામાં ભીડ થવાની છે. તેમ છતાં બેરીકેડીંગ કેમ ન કરવામાં આવ્યું?

આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું

Back to top button