નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં બૈશાખીની ઉજવણી દરમિયાન દુર્ઘટના, ફૂટબ્રિજ તૂટી પડતા 80 લોકો ઘાયલ

Text To Speech
  • જમ્મુ અને કાશ્મીરમાં બૈશાખી તહેવાર દરમિયાન સર્જાઈ દુર્ઘટના
  • ફૂટ બ્રિજ તૂટી પડતાં 80થી વઘુ લોકો ઘાયલ
  • તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુના બૈન ગામમાં બૈશાખી તહેવાર દરમિયાન ફૂટબ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં ફૂટ બ્રિજ તૂટી પડતાં 80થી વઘુ લોકો ઘાયલ થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં દુર્ઘટના

ઉધમપુરના ચેનાની બ્લોકના બૈન ગામમાં બેનિસંગમ ખાતે બૈસાખી તહેવાર દરમિયાન ફૂટબ્રિજ તૂટી પડ્યો હતો. ઉધમપુરના એસએસપી ડો. વિનોદનું કહેવું છે કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પોલીસ અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરવામા આવી છે.

ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ

ચેનાની નગરપાલિકાના અધ્યક્ષ માણિક ગુપ્તા કહે છે, “ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 20-25 ગંભીર છે. અમે 6-7 લોકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા છે. અન્ય અહીં ચેનાનીમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.”

તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ

બૈશાખીની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર આવી જતાંફૂટબ્રિજધડાકાભેર તૂટી પડ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામા આવી છે.

આ પણ વાંચો : હવે અમદાવાદીઓને ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર નહીં ઉભુ રહેવું પડે !

Back to top button