અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકે ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં ગંભીર ગુનાઓમાં થયો ઘટાડો
- પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઇ
- સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય
- શહેરમાં ચોરીના ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે
અમદાવાદ, 26 એપ્રિલઃ રાજ્ય ઉપરાંત અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એવા સમયે શહેરમાં ગુરુવારે યોજાયેલી પોલીસ ખાતાની એક કોન્ફરન્સમાં જે તથ્યો અને વિગતો રજૂ થઈ તેનાથી અમદાવાદ શહેર પોલીસ માટે સૌએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. કોન્ફરન્સમાં ખાસ કરીને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકની કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં આગામી સાતમી મેએ યોજનાર લોકસભા બેઠકના ત્રીજા તબક્કાના મતદાનના સંદર્ભમાં સલામતીને લગતાં પગલાંની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી. કોન્ફરન્સ દરમિયાન શહેર પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકે જણાવ્યું હતું કે, તેમના સમયગાળામાં વિવિધ ગુનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે, હત્યાના ગુનામાં 46 ટકાનો ઘટાડો, લૂંટમાં 28 ટકાનો ઘટાડો, ગંભીર ગુનામાં 22 ટકા કરતાં વધુ ઘટાડો, ઘરફોડ ચોરીના કેસ 14 ટકા ઘટ્યા, ચોરીના કેસોમાં પણ 46 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધ્યો ગરમીનો પ્રકોપ, જાણો સૌથી વધુ તાપમાન કયા શહેરમાં રહ્યું
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઇ
શહેરમાં થતી ગુનાખોરી અને પોલીસની કામગીરીના લેખાંજોખાં કરવા માટે ગુરૂવારે બોડકદેવ ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઇ હતી, જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરમાં નોંધવામાં આવેલા ગુનાઓની લગતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા માટે પોલીસ કમિશનરે તાકીદ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ જાણી રહેશો દંગ
શહેરમાં ચોરીના ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલ્લિક તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી. જેમાં છેલ્લાં એક વર્ષ દરમ્યાન શહેરમાં નોંધાયેલા ગુનાઓને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં શરીર સંબંધી ગુનાઓમાં હત્યા, હત્યાની કોશિષ, ઇજા, અપહરણ સહિતના ગુનાઓમાં સરેરાશ ઘટાડો થયો છે. તેમજ ચોરીના ગુનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે.
સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય
પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં સતત થઇ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો હતો. તેને લઇને વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોની જાગૃતિ ખૂબ જ જરૂરી છે. જ્યારે ટ્રાફ્કિના ગુનાઓમાં થયેલા વધારા અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે અમદાવાદમાં ટ્રાફ્કિ પોલીસ સ્ટેશન શરૂ થતા ટ્રાફ્કિની નિયમોનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.