ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર શહેરમાં પેચીદી બની ટ્રાફિક સમસ્યા, બાયપાસ યા ઓવરબ્રિજ બનાવવા માગ

Text To Speech

પાલનપુર : પાલનપુર શહેરમાં અત્યારે ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો બની ગયો છે. અને ટ્રાફિક સમસ્યાના કારણે લોકોને મોટી હાલાકી પડી રહી છે. ભૂતકાળમાં ટ્રાફિક સમસ્યાનો કારણે કેટલાય લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. ત્યારે થોડાક સમય પહેલા પાલનપુરના શહેરના જાગૃત નાગરિક તેમજ વકીલ જશવંત સિંહ વાઘેલા અને તેમની ટીમે શહેરના પ્રબુદ્ધ નાગરિકોને સાથે રાખી ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા જન આંદોલન છેડવામાં આવ્યું હતું. જન આંદોલન કરી માગણી કરવામાં આવી હતી કે, પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા ત્વરિત હલ થાય તે માટે ઓવરબ્રિજ અને બાયપાસ બનાવવામાં આવે.

ટ્રાફિક સમસ્યા-Humdekhengenews

કામગીરી ગોકળગાયે ચાલી રહી હોવાનો આક્ષેપ

શહેરની આ સમસ્યાની વારંવાર રજૂઆતના કારણે મુખ્યમંત્રીએ પાલનપુર શહેરને ઓવરબ્રિજ અને બાયપાસ મંજુર કર્યો હતો. પરંતુ થોડાક દિવસો બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અત્યારે બાયપાસ બનશે અને બાયપાસ થી જો ટ્રાફિક સમસ્યા હલ નહીં થાય તો ભવિષ્યમાં ઓવરબ્રિજ બનશે.પરંતુ આ નિર્ણય લેવાયાને પણ ઘણો સમય થઈ ગયો છે. છતાં હજુ બાયપાસ બનાવવાની કામગીરી ગોકળગાયે ચાલી રહી છે. દિવસે- દિવસે ટ્રાફીક સમસ્યા વધી રહી છે. તેનાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તેથી શનિવારે ફરી શહેરના જાગૃત નાગરિક ગુરુકૃપા સેવા ટ્રસ્ટના ચેરમેન અને પાલનપુર વકીલ બાર એસોસિએશનના પ્રમુખ જશવંતસિંહ વાઘેલા દ્વારા વડાપ્રધાન 31 ડિસેમ્બરે જ્યારે કેવડિયા કોલોની આવી રહ્યા છે. ત્યારે તેમને પત્ર લખી રજૂઆત કરી માગણી કરી છે. શહેરીજનો માટે જે ટ્રાફિક સમસ્યા એક પેચીદો પ્રશ્ન બન્યો છે, તેના નિરાકરણ માટે તાત્કાલિક રજુઆત ધ્યાને લઈ અને બાયપાસનું ઝડપી કામકાજ પૂરું થાય તે માટે જે તે ઓથોરિટી અને આદેશ આપવામાં આવે તેવી માગણી કરી છે.

ઓવરબ્રીજ માટે મુખ્યમંત્રીને પણ કરાઈ રજૂઆત

પાલનપુર એરોમા સર્કલ ઉપર ટ્રાફિકના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જેને લઈને ઓવરબ્રિજ માટે વિચારવામાં આવે તે માટે મુખ્યમંત્રી ને પણ પત્ર લખી રજૂઆત કરી છે કે, સરકારે જે શહેરીજનો માટે બાયપાસ ની ભેટ આપી હતી. અત્યારે તેનું કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યું છે. તેનું કામ ઝડપથી થાય અને જમીન સંપાદન જેવી બાબતોનું ઝડપી કામકાજ પૂર્ણ થાય અને ઝડપી બાયપાસ બને તો આવનારા સમયમાં પાલનપુરવાસીઓ અને આજુબાજુના ગ્રામજનો આ ટ્રાફિક સમસ્યાની મોટી સમસ્યામાંથી મુક્ત થઈ શકે.

આ પણ વાંચો : અરુણાચલ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે મોટી માહિતી બહાર આવી, પાયલોટે મેડેને પહેલા જ ATC કોલ કર્યો હતો

Back to top button