ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ટ્રાફિક નિયમોને અંગે રાજ્ય ગૃહમંત્રીની જાહેરાત બાદ પોલીસ આ રીતે કરાવી રહી છે નિયમોનું પાલન

Text To Speech

રાજ્યના અમદાવાદ અને સુરતમાં ટ્રાફિક પોલિસ ધ્વારા આજથી ટ્રાફિક રુલ તોડનારને દંડ ન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજ સવારથી જ અમદાવાદ અને સુરતના માર્ગો પર ટ્રાફિક પોલિસ નિયમનો ઉલ્લંઘન કરનાર પાસે દંડ ન ઉઘરાવી તેના બદલામાં ફૂલ આપીને સમજાવટની કામગીરી કરી રહી છે.

AHMDABAD- HUM DEKHENEGE NEWS
નિયમનો ઉલ્લંઘન કરનાર પાસે દંડ ન ઉઘરાવી તેના બદલામાં ફૂલ આપીને સમજાવટની કામગીરી

ગતરોજથી રાજ્યભરમાં અમલ

તાજેતરમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજથી લઈને તારીખ 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ઉઘરાવવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતનો અમલ પણ રાજ્યભરની ટ્રાફિક પોલીસ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે.

SURAT- HUM DEKHENEGE NEWS
અમલ પણ રાજ્યભરની ટ્રાફિક પોલીસ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે.

ટ્રાફિક પોલિસ ગુલાબનું ફૂલ આપતા જોવા મળ્યા

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા શહેરીજનોને અમદાવાદ,સુરત સહિત રાજ્યની ઘણી ટ્રાફિક પોલીસ દ્વારા દંડની રસીદ આપવાને બદલે ટ્રાફિક પોલીસ લોકોને ગુલાબનું ફૂલ આપતાં જોવા મળી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં જોઇ શકાય છે કે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સુરત ટ્રાફિક પોલીસે દંડની રસીદ ને બદલે ગુલાબના ફૂલ આપી રહી છે.

SURAT-HUM DEKHENEGE NEWS
ટ્રાફિક પોલીસ લોકોને ગુલાબનું ફૂલ આપતાં જોવા મળ્યા

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી જાહેરાત

હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં ગુજરાતના લોકો જ્યારે સવારે ઘરેથી નીકળે છે અને નાની-મોટી ખરીદી કરે છે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 27 તારીખ રાત્રે 12 વાગ્યાં સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ વસૂલવામાં નહીં આવે.

આ પણ વાંચો: ભૂજ: સ્મૃતિવન ખાતે 2001ના ભૂકંપમાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં 15000 દિવડા પ્રજ્વલિત કરાયા

Back to top button