બનાસકાંઠા : ડીસા ભારત વિકાસ દ્વારા ટ્રાફિક પોલીસ અને T.R.B. જવાનોને રેઇનકોટ અપાયા
- નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યક્ર્મ યોજાયો
બનાસકાંઠા 09 જુલાઈ 2024 : ડીસા શહેરના હાઇવે અને શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિકનું નિયમન કરનાર ટ્રાફિક પોલીસ અને T.R.B. જવાનો ચોમાસામાં ચાલુ વરસાદમાં પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે હેતુથી રેઈનકોટ નું વિતરણ ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખા ડીસા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આર.વી. ડાભી પી.એસ.આઇ.ટ્રાફિક, દિલીપભાઈ કોન્સ્ટેબલ, દિનેશભાઈ ઠક્કર (પ્રમુખ) ,પ્રવીણભાઈ સાધુ (મંત્રી ),અમૃતલાલ પઢિયાર (ટ્રસ્ટી )દિલીપભાઈ ઠક્કર (વકીલ ),રમેશભાઈ શાહ (ખજાનચી)દક્ષાબેન જોશી (મહિલા સંયોજિંકા) કમલેશભાઈ રાચ્છ ,પૂજાબેન ઠક્કર(સહ સંયોજિકા) અને મોટી સંખ્યામાં શાખાના વિવિધ પદાધિકારીઓ અને સભ્યો જોડાયા હતા.
આ કાર્યક્રમનું સૌજન્ય મીનુબેન ઠક્કર (દીપ), ભારતીબેન આર. ઠક્કર( રીન્કુ ચશ્મા) અને ખુશીબેન સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાપ્ત થયું હતું .આભારવિધિ દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : અફીણના જથ્થા સાથે ઝડપાયેલા સંચોરના શખ્સને ત્રણ વર્ષની સજા