ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા ઈ-ચલણ ના ભરતા વાહન ચાલકો સામે વસુલાતની કાર્યવાહી
- ઈ-ચલણ ભર્યા ન હોય તેવા તમામ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી
- વાહનચાલકોને રસ્તામાં રોકી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે
- દંડ ભર્યા બાદ તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. પરંતુ આ વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે.
વાહનચાલકોને રસ્તામાં રોકી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે
અક્ષરચોક વિસ્તારમાં તમામ પ્રકારના વાહનચાલકોને રસ્તામાં રોકી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભરણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. વાહન ચાલકો દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. ત્યારે આ ટ્રાફિકના નિયમોનુ ઉલ્લઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ફટકારવામાં આવતા હોય છે.
દંડ ભર્યા બાદ તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે
પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઇ-ચલણ ભરવામાં આવતા નથી અને એકથી વધારે ઈ-ચલણ ભેગા થઈ જતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અક્ષર ચોક વિસ્તારથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર રોકી તેમના બાકી ઈ-ચલણની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી રહી છે. દંડ ભર્યા બાદ તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આયોજન