સુરતના હાઈવે પર 10 કિમી સુધી ટ્રાફિક જામ થયો, જાણો શું છે કારણ
સુરતના કામરેજ તાપી બ્રિજ પર ચાલતા કામને પગલે હાઈવે પર 10 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે. જેમાં અમદાવાદ અને સુરતથી આવતા વાહનો માટે અલગ અલગ ડાયવર્ઝન અપાયું છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટને મળી શકે છે આ નવા સાત જજ
ટ્રાફિક જામની સ્થિતિથી સ્થાનિક પોલીસ દોડતી થઇ
કામરેજ નજીક ખોલવડ તાપી નદીનાં બ્રિજ પર ચાલી રહેલા સમારકામ કામગીરીના પગલે છેલ્લા બે દિવસથી નેશનલ હાઈવે નં-48 પર 10 કિ.મી.થી વધુ ટ્રાફિક જામની સ્થિતિથી વાહન ચાલકો સહિત સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. અંતે શુક્રવારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત તરફથી આવતા વાહન ચાલકોને અલગ-અલગ ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતુ.
આ પણ વાંચો: વૈદિક હોળી કિટનું સ્ટાર્ટઅપ કરી યુવાને લાખો રૂપિયા કમાણી કરી
લોકોમાં રોષની લાગણી ફેલાઇ
કામરેજ તાપી નદીનાં બ્રિજ પર એક્સ્પેશન રિપેરીંગ કામ ચાલુ હોવાથી છેલ્લા બે દિવસથી અમદાવાદથી મુંબઇ જતા વાહનોને બ્રિજ ઉપર સીંગલ લાઇન કરી દેવામાં આવી હતી. જેનાં પગલે હાઇવે પર છેલ્લા બે દિવસથી ટ્રાફિક સંબંધિત અરાજક્તાનો માહોલ ઉભો થયો હતો. હાઇવે પર વાહનોની લાંબી કતારોના પગલે અને ટ્રાફિક જામની સ્થિતિથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ખાસ કરીને ચક્કાજામના પગલે નોકરિયાત, શાળાનાં બાળકો ટ્રાફિકમાં ફસાતા વૈકલ્પીક વ્યવસ્થાનાં વાંકે ઉભી થયેલી પરિસ્થિતિનાં લીધે લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.
આ પણ વાંચો: વડોદરા એરપોર્ટથી ઉનાળુ શેડયૂલમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ઉમેરો
છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા
આજે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અમદાવાદ તરફથી આવતા વાહનોને ઘલા પાટીયાથી ડાયવર્ઝન આપી કડોદરા, પલસાણા, બારડોલી તરફ જતા વાહનો ઘલા ગામથી વાયા બારડોલી તરફથી જશે. સુરત શહેર તરફ જતા વાહનો ઘલા પાટીયાથી યુ ટર્ન લઇ રાજ હોટલ વાયા રંગોલી ચોકડી તરફથી જશે. સુરત શહેર તરફથી આવતા વાહનોને કીમ, કોસંબા તરફ જતા વાહનો રંગોલી ચોકડી થઇ રાજ હોટલ તરફથી જશે. આમ છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યાનાં ઉકેલ માટે જિલ્લા પોલીસે આજે ડાયવર્ઝન જાહેર કર્યા બાદ પણ ને.હા.નં-48 પર ટ્રાફિકની સ્થિતિ હળવી થઈ છે.