ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

ભયંકર ટ્રાફિક જામ: મહાકુંભ છોડો પ્રયાગરાજ પહોંચવાનું પણ મુશ્કેલ, દર કલાકે 40 હજાર વાહનોની એન્ટ્રી

Text To Speech

પ્રયાગરાજ, 10 ફેબ્રુઆરી 2025: માઘ પૂર્ણિમા પહેલા પ્રયાગરાજ મહાજામમાં ફસાયો છે. શહેરમાં હજારો વાહનો ફસાયેલા છે. દેશના દરેક ભાગમાંથી મહાકુંભમાં ત્રિવેણી સ્નાન માટે લોકો આવી રહ્યા છે. ભારે ભીડથી હાલત ખરાબ થઈ ચુક્યા છે. ભીડમાં મેળા પ્રશાસનની તમામ વ્યવસ્થાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. તેમના રુટ પ્લાનના દાવા ખોખલા સાબિત થયા છે. સંગમ સ્થળ તો દૂર હવે લોકોને પ્રયાગરાજ પહોંચવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. આંકડા અનુસાર, દર કલાકમાં લગભગ 8 હજાર વાહનો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. શહેરના તમામ માર્ગો પર કેટલાય કિમી લાંબો જામ દેખાઈ રહ્યો છે.

જામથી છુટકારો મેળવવા માટે પોલીસ અને પ્રશાસન હાંફી ગયું છે. ખાનગી વાહનો અને બસોના ચક્કા જામ જેવી હાલત થઈ ગઈ છે. વાહનો અથડાતા અથડાતા બોર્ડર સુધી પહોંચી રહ્યા છે. જેના કારણે નજીકના જિલ્લામાં વાહનોને ડાયવર્ટ કરવા પડી રહ્યા છે. ભારે ભીડ જોતા પ્રયાગરાજની બોર્ડરથઈ અડીને આવેલા જિલ્લા પ્રશાસને કમાન સંભાળી લીધી છે. તો વળી જિલ્લા બોર્ડરથી લોકોને પાછા જવાની અપીલ કરતા દેખાઈ રહ્યા છે.

દર કલાકે 8 હજાર વાહન

મહાકુઁભમાં પવિત્ર સ્નાન માટે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ ભીડ સતત વધતી જાય છે. વાહનોના કારણે પ્રયાગરાજ જામમાં ફસાઈ ગયું છે. મહાકુંભમાં આવવા માટે મુખ્ય હાઈવ 9 છે. જે હજારો વાહનોથી જામ થઈ ગયા છે. હાલ બહુ ખરાબ છે. 5 કિમીના અંતર માંડ 2 કલાકે પુરુ થાય છે. રવિવારે હાલત તેનાથી પણ ખરાબ હોય છે. દર કલાકો વાહન વારાણસી, લખનઉ, કાનપુર, કૌશાંબી, મિર્ઝાપુર, રીવા, જૌનપુર, પ્રતાપગઢ તરફથી પ્રયાગરાજ આવી રહ્યા છે. પોલીસ પ્રશાસન કેટલીય વાર ભદોહીમાં લાલાનગર ટોલ પ્લાઝાને ફ્રી કરવો પડ્યો છે. લોકો કેટલાય કિમી સુધી પગપાળા ચાલવા મજબૂર બન્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ટોલ પ્લાઝામાં મળેલા ડેટાના આધારે લખનઉ હાઈવેથી પ્રયાગરાજ આવતા વાહનોની દર કલાકની સંખ્યા 1500થી 2000 છે. આ ઉપરાંત વારાણસી હાઈવેથી લગભગ 1500 વાહન, રીવા ચિત્રકૂટથી આવતા વાહનોની સંખ્યા 2000 છે. એસપીના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ તરફ આવતા હાઈવે પર 24 કલાકમાં 40 હજાર વાહનો, વારાણસીથી 20 હજાર જેટલા વાહનો આવી રહ્યા છે.

આ પણ વાંચો: મહાકુંભ મેળામાં ફરી આગ લાગી, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

Back to top button