ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટીનો વધારો થતાં વેપારીઓમાં ચિંતા,’દાણચોરી વધવાની શક્યતા’
કેન્દ્ર સરકાર દ્વાર ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો છે જેની સામે દેશભરના જ્વેલર્સમાં ચિંતાની સાથે નિરાશા સતાવી રહી છે. ભારતમાં આગામી દિવસોમાં તહેવારો અને લગ્નસરાની ખરીદી નીકળવાની છે ત્યારે પડવાની આશંકા જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એક્સ્પોર્ટ કરનારા જ્વેલર્સોનું પણ કહેવું છે કે હવે તેમની વધારે મૂડી બે-ત્રણ મહિના સુધી જામ રહેશે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવા નિર્ણય કર્યો જે 30 જૂનથી લાગુ પડ્યો, જેના પ્રમાણે હવે ગોલ્ડ પર ઇમ્પોર્ટે ડ્યૂટી 7.5 ટકાથી 12.5 ટકા થઇ ગઇ છે. જેના અંગે દેશભરના જ્વેલર્સોનું માનવું છે કે, સરકારના આ પગલાથી દાણચોરી વધવાની શક્યતાઓ છે.
આ અંગે કેટલાક સ્થાનિક જ્વેલર્સોનું કહેવું છે કે ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થતા જ્વેલરીની કિંમતોમાં પણ વધારો થશે. આગામી દિવસોમાં રક્ષાબંધન અને ત્યારબાદના મહિનાઓમાં દિવાળી પછી લગ્નસરાની ઘરાકી શરૂ થશે ત્યારે ઘરેણાં મોંઘા થતા વેપાર પર અસર પડવાની શક્યતા રહેલી છે.
જ્યારે બીજી તરફ ગોલ્ડ જ્વેલરી એક્સ્પોર્ટનું કામ કરનારાઓનું કહેવું છે કે એક્સ્પોર્ટર્સને ટેક્સ રિફંડ મળી જાય છે, પરંતુ ટેક્સ વધવાથી તેઓની વધારાની મૂડી સરકાર પાસે ત્રણ મહિના સુધી બ્લોક થઇ રહેશે. જેમ કે હાલ એક કિલા ગોલ્ડ પર ટેક્સ, જીએસટી અને સેસ સહિત તમામ મળી કુલ રૂ. 7,20,000 ચૂકવવા પડે છે. જે ગોલ્ડ જવેલરી બનાવીને એક્સ્પોર્ટ કર્યા પછી પેમેન્ટ મળવાના 15-20 દિવસ બાદ રિફંડ મળે છે. પરંતુ હવે 12.5 ટકા ડ્યૂટી થઇ જતા આસરે 9 લાખ રૂપિયાની મૂડી જામ થશે. હાલ મંદીમાં પહેલેથી જ બજારમાં મૂડી-ની અછત છે ત્યારે લાંબા સમય સુધી મોટી રકમ બ્લોક પતા લાંબા ગાળે ઉદ્યોગકારોને સોનું મોઘું થતા ખરીદી પર અસર ફરીથી તેમાં વધારો કરવામા આવ્યો છે.
સામન્ય માણસની ઘરાકી ઘટશે
ઈન્ડિયા બુલિયન જ્વેલરી એસો.ના પ્રમુખ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું કે, સોનું મોંઘુ થતા લોકોનું બજેટ ખોરવાશે. સામાન્ય દિવસોમાં પણ જે લોકો ખરીદી કરતા હતા તેઓની ખરીદી અટકી શકે છે. તે ઉપરાંત લગ્નસરા માટે ખરીદી કરનારાઓ પણ તેમના બજેટ પ્રમાણે ઓછી જ્વેલરી કરશે. ડ્યુટી વધારવામાં આવતા જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર અસર પડશે. હાલ જ્વેલરી ઈન્ડસ્ટ્રી મંદીના દોરમાંથી પસાર થઈ રહી છે ત્યારે ડ્યુટીના દરો યથાવત રાખવા જરૂરી હતા.