ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર બસપોર્ટમાં ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ વસુલાતા વેપારી, વિદ્યાર્થીઓનું હલ્લાબોલ

પાલનપુર : પાલનપુર શહેર જિલ્લાનું વહીવટી મથક છે. જ્યાં રોજેરોજ હજારો લોકો પોતાના નાના-મોટા વાહનો લઈને કામ અર્થે આવે છે. જેઓ બસ પોર્ટમાં પોતાનું વાહન પાર્કિંગ કરતા હતા. પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ હવે વાહન પાર્કિંગ માટેનો ચાર્જ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને વેપારીઓ, વિદ્યાર્થીઓ અને અનેક સંગઠનો એ પોતાનો વિરોધ દર્શાવ્યો છે, અને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હલ્લાબોલ કરી આવેદનપત્ર આપ્યું હતું.પાલનપુર બસપોર્ટમાં વાહન પાર્કિંગના રૂપિયા વસુલવાને લઈને વેપારીઓ, વિદ્યાર્થીઓને સંગઠનો એ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સોમવારે બસ સ્ટેન્ડમાં “પાર્કિંગ ચાર્જ બંધ કરો…” ના સૂત્રોચાર કરતા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યું હતું. અને પાર્કિંગ ચાર્જની વસૂલાત સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ પાર્કિંગ ચાર્જ સામે કલેક્ટરને રજૂઆત

જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ અને સરકારી કચેરીઓ આવેલી છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે. જ્યાં નજીકના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, વેપારીઓ કે નોકરીયાત વર્ગ બીજા શહેરમાં જવા માટે મુસાફર યોજનાનો લાભ લઇ બસમાં મુસાફરી કરે છે. ત્યારે તેઓ પોતાનું વાહન બસ પોર્ટના પાર્કિંગમાં મુકતા હતા. પરંતુ હવે ચૂંટણીઓ પૂરી થતાં જ વાહન પાર્ક કરનાર પાસેથી ગેરકાયદેસર પાવતી બનાવીને ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. જે તાત્કાલિક બંધ કરવો જોઈએ. જો આ ચાર્જ બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

આ પણ વાંચો :BCCI પસંદગી સમિતિ: વેંકટેશ પ્રસાદ બની શકે છે પસંદગી સમિતિના નવા અધ્યક્ષ

અમને રોજના રૂ.20 ના પરવડે

અમે રીડિંગ માટે આવીએ છીએ. અમારા વાહન ના રોજના રૂ.20 વાહન પાર્કિંગ માટે વસૂલવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને પરવડે નહીં. જેથી અમે વેપારીઓ સાથે કલેકટરને રજૂઆત કરવા આવ્યા છીએ.

અમે અન્યાય સામે લડીશું

પાલનપુરના બસ સ્ટેન્ડમાં જ્યારે અમે દુકાન રાખી ત્યારે અમારે કોઈ ચાર્જ આપવાનો નથી તેવું જણાવવામાં આવ્યું હતું. આજે અચાનક જ પાર્કિંગનો ચાર્જ વસૂલવાનો શરૂ કરવામાં આવ્યું છે. હવે અમે દુકાન રાખી છે અને પાર્કિંગ ચાર્જ વસૂલાય તો અમારી પેઢી ઉપર કયો ગ્રાહક આવશે ? એ મોટો પ્રશ્ન છે. આ એક અન્યાય છે, એના માટે અમારે જે કરવું પડશે તે કરીશું.

Back to top button