ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુરના ગંજ બજારમાં વેપારીઓની દિવંગત હીરાબાને શ્રદ્ધાંજલિ
પાલનપુર: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા દિવંગત હીરાબાનું શુક્રવારે વહેલી સવારે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દુ:ખદ નિધન થયું હતું. જેમના અવસાનને લઈને ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી છે. દિવંગતના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી ઠેર ઠેર પ્રાર્થનાઓ થઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ગંજ બજારમાં માર્કેટ યાર્ડના ચેરમેન ફતાભાઈ ધરિયા, વેપારીઓ તેમજ કર્મચારી સહિતના તમામ લોકોએ સદગતના આત્માને ચીર શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી. જેમાં દિવંગત હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને પ્રધાનમંત્રી મોદીના પરિવારને આ દુઃખની ઘડીમાં પરમાત્મા શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચો :31stના એક દિવસ પહેલા ખેડામાંથી લાખોનો વિદેશી દારુ ઝડપાયો, રાજકીય આગેવાનના પતિએ મંગાવ્યો હતો દારૂ