ટ્રેડ શો : ડૉ. કુબેર ડિંડોર “નોલેજ ઇકોનોમિ અને સ્ટાર્ટઅપ” પેવેલિયનની મુલાકાતે
VGGS2024 11 જાન્યુઆરી 2024: ગાંધીનગરમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિમાં ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્રમોદી તેમજ વિશ્વના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટોપ ગ્લોબલ કંપનીના વડાઓએ પોતાના બિઝનેસ પ્લાન જણાવ્યો હતો આ વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાતના બીજા દિવસે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે “નોલેજ ઇકોનોમિ અને સ્ટાર્ટઅપ” થીમ આધારિત પેવેલિયનની મુલાકાત લીધી હતી.
VGGS2024 અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે મુલાકાત લીધી હતી. સાથે સાથે ડૉ.કુબેર ડિંડોરે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા હોલ નં 11 ખાતે ઊભા કરવામાં આવેલા આકર્ષણો વિશે રસ પૂર્વક માહિતી મેળવી હતી. તેમજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવા ઇનિશેટીવ અને સિદ્ધિઓ સંદર્ભે આયોજીત પ્રદર્શનને રસ પૂર્વક નિહાળ્યું હતું.
ડૉ.કુબેર ડિંડોરે એ સ્કૂલ ઓફ એકસેલેનસ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના પ્રદર્શન ખાતે સ્માર્ટ ક્લાસરૂમ, G-Shala, કોમ્યુટર લેબ, STEM લેબ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત જીટીયુ, વિવિધ સ્ટાર્ટ અપ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શનો સાથે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો : ‘ભારત દેશ’ ગ્લોબલ સાઉથ અને વેસ્ટર્ન દેશો વચ્ચેનો બ્રિજ બનશે તેનો ગેટવે “ગિફ્ટસિટી” હશે