દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી, 52 ટ્રેક્ટર લઈને ઠગબાજો થઈ ગયા હતા ફરાર
દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી આચરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોના ડોક્યુમેન્ટ લઈ તેમને ટ્રેક્ટર અપાવી છ માસ અગાઉ બે ઈસમોએખેડૂતોને ટ્રેક્ટર છોડાવી આપવાની લાલચ આપી હતી, તેઓએ દાંતા તાલુકામાં ક્વોરી આવેલી છે અને તેમાં ટ્રેક્ટર ભાડેથી ફરશે હપ્તો પણ એ ચુકવશે આ સાથે તેમને મહિને 20,000 રૂપિયા મળશે આવું કહીને 52 જેટલા ટ્રેક્ટર લઈ ગયા હતા.જો કે ખેડૂતોને થોડા સમય બાદ પૈસા મળતા બંધ થઈ ગયા અને હપ્તો પણ ભરાતો ન હતો. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા ખેડૂતોએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
દાંતા વિસ્તારમાં ખેડૂતો સાથે છેતરપિંડી
ખેડૂતોને 52 ટ્રેકટરની ચોરીને લઈને છેતરપિંડીનો અહેસાસ થતાં તેઓ દાંતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અને આ મામલો ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરિયાદ નોંધાવ્યાના થોડા જ દિવસોમાં પોલીસે 23 ટ્રેક્ટર ઝડપી બે આરોપીઓની અટકાયત કરતા લોકો એ પોલીસની કામગીરીને બિરદાવી હતી આ સાથેઅન્ય 34 જેટલા બાકી ટ્રેકટરો પણ કબ્જે કરવામાં આવે તેવી માંગ કરી હતી.
બે આરોપી સહિત 92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ છેતરપિંડીને લઇ થોડાં દિવસ પહેલા દાંતા પોલીસ મથકે 21 ટ્રેકટરોની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને પોલીસે બે આરોપી સહિત 23 ટ્રેક્ટર ઝડપી પાડી 92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકો સાથે છેતરપિડી
અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોના ડોક્યુમેન્ટ લઈ તેમને ટ્રેક્ટર અપાવી 6 માસ અગાઉ દાહોદના બલુભાઇ રત્નભાઈ મેડા તેમજ રાજુસિંહ દરબાર ભાણવાસ સતલાસણા નામના બે ઈસમોએ આ ખેડૂતોને ટ્રેક્ટર છોડાવી આપવાની લાલચ આપી હતી.
આ પણ વાંચો : આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો, આરોપીએ બનાવેલા ગ્રુપમાં નાયબ મામલતદારોને અપાતી ક્રીમ પોસ્ટિંગ