કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગયુટિલીટી

અંજાર  આર.ટી.ઓ.માં ટ્રેકનું સમારકામ અટવાયું : મોટરિંગ પબ્લિક સુવિધાની રાહમાં

ભુજ, 11 જુલાઇ 2025: Transportation પૂર્વ કચ્છના અંજારમાં આવેલી વાહનવ્યવહાર વિભાગની પ્રાદેશિક કચેરી (આર.ટી.ઓ.)માં  ડ્રાઈવિંગ ટેસ્ટિંગ ટ્રેકના સમારકામની પ્રક્રિયા ધીમી ચાલતી હોવાના લીધે એઆઇ સંચાલિત ટ્રેક અટવાયો હોવાની ફરિયાદ સામે આવી છે. બે માસથી મંદગતિના લીધે વાહન વપરાશકારોની સુવિધામાં વિલંબ થઇ રહ્યો છે.

બે મહિનાથી કામગીરી આગળ વધતી નથી

વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)ની આંખ તળે વાહન ચલાવવા માટેના પરવાનાની પરીક્ષા લેવા માટે તખતો ઘડવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભુજ આર.ટી.ઓ. કચેરીમાં પણ એ.આઈ. સંચાલિત ટ્રેક બનવા જઈ રહ્યો છે, ત્યારે પૂર્વ કચ્છની અંજાર  આર.ટી.ઓ. કચેરીમાં ટ્રેકનું સમારકામ  અંદાજિત બે મહિનાથી અટવાયેલું  હોવાનું બહાર આવ્યું છે.

માર્ગ મકાન વિભાગને કેટલી વખત જાણ કરાઇ?

આર.ટી.ઓ. વિભાગ દ્વારા  ટ્રેક સમારકામ સહિતની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ (આર. એન્ડ બી.)ને પત્ર પાઠવવામાં આવ્યો છે. અંદાજિત ચાર વખત આર. એન્ડ બી.ને જાણ કરવામાં આવી છે. અલબત્ત કોઈ કારણોસર આ કામગીરી આગળ ધપતી નથી. પરિણામે  એ.આઈ. સંચાલિત ટ્રેકની પરિયોજનાને સાકાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

સમારકામના વિલંબના કારણે શું અસર?

માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અંદાજિત 12.74 લાખનાં કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું  સત્તાધીશોએ જણાવ્યું હતું.  સમારકામના વિલંબના કારણે અહીં એ.આઈ. સંચાલિત  ટ્રેક કાર્યરત થતાં અંદાજિત બે મહિના જેટલો સમય લાગી શકે છે.

આ પણ વાંચો:શ્રાવણના પહેલા દિવસે સીએમ યોગીએ કર્યો રુદ્રાભિષેક, જાણો પ્રદેશવાસીઓ માટે શું કામના કરી

આ પણ વાંચો:પૂર્વ કચ્છના 10 સબ સ્ટેશનમાં ઓવર લોડીંગથી નવા ઔદ્યોગિક રોકાણોને નનૈયો? ઉર્જામંત્રી સુધી વીજસમસ્યા પહોંચી

Back to top button