ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીલાઈફસ્ટાઈલ

ટોયોટાએ લોન્સ કરી સૌથી સસ્તી SUV, કિંમત માત્ર રૂ. 7.74 લાખ, જાણો વિગતો

  • ટોયોટાએ સૌથી સસ્તી એસયુવી તરીકે Toyota Taisorને ઓફિશિયલ વેચાણ માટે માર્કેટમાં મુકી છે. નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટૈસરની કિંમત 7.73 લાખ રુપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

3 એપ્રિલ, નવી દિલ્હીઃ ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે ભારતીય બજારમાં પોતાની સૌથી સસ્તી એસયુવી તરીકે Toyota Taisorને ઓફિશિયલ વેચાણ માટે માર્કેટમાં મુકી છે. નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટૈસરની કિંમત 7.73 લાખ રુપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. તે અર્બન ક્રુઝર સીરીઝમાં આવનારી એસયુવી Maruti Fronxનું બેઝ-એન્જિનિયર વર્ઝન છે. આ કાર મૂળ રીતે Fronxની છે, પરંતુ તેમાં કંપનીએ પોતાની રીતે નજીવા ફેરફારો કર્યા છે. Toyota Taisorની શરૂઆતની કિંમત 7.74 લાખ નક્કી કરાઈ છે, જે ટોપ વેરિઅન્ટ માટે 13.04 (એક્સ-શોરૂમ) લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

Toyota Taisorમાં શું છે નવું?

રિબેજ્ડ વર્ઝન હોવાને કારણે, અર્બન ક્રુઝર ટાઈસરની લગભગ તમામ બોડી પેનલ મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ જેવી જ છે. જો કે, નજીવા પરિવર્તનો સાથે સાથે, હનીકોમ્બ પેટર્નની નવી ડિઝાઈનનું ફ્રન્ટ ગ્રિલ અને નવી ડિઝાઈન કરેલ ફ્રન્ટ બમ્પર જોવા મળે છે. LED ડીઆરએલમાં ફ્રોંક્સમાં આપવામાં આવેલા 3 ક્યૂબ્સના બદલે નવી લીનિયર ડિઝાઈન જોવા મળે છે. ટેલ લાઈટ્સમાં પણ પરિવર્તનો કરવામાં આવ્યા છે, પરંતુ ફ્રોંક્સની જેમ તેને સંપૂર્ણ પહોળાઈ વાળા લાઈટ બાર સાથે જોડવામાં આવે છે, આ ઉપરાંત Taisorમાં નવી ડિઝાઈનના 16 ઈંચ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ પણ જોવા મળે છે.

ટોયોટાએ લોન્સ કરી સૌથી સસ્તી SUV, કિંમત માત્ર રૂ. 7.74 લાખ, જાણો વિગતો hum dekhenge news

પાવર અને પર્ફોમન્સ

Toyota Taisorમાં કંપનીએ ફ્રોંક્સ વાળી 1.2 લીટર, ચાર સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0 લીટર, ત્રણ સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ આપ્યો છે. નેચરલી એસ્પિરેટેડ એન્જિન 90hpનું પાવર અને 113Nmનું ટોર્ક જનરેટ કરે છે, તેને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન કે ઓપ્શનલ AMT સાથે જોડવામાં આવ્યું છે. ટર્બો પેટ્રોલ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ સાથે ઓપ્શનલ 6-સ્પીડ ટોર્ક કનવર્ટર ઓટોમેટિક સાથે પણ ઉપલબ્ધ છે. ટોયોટા આ એસયુવી સાથે સીએનજીનો વિકલ્પ પણ આપે છે.

માઈલેજ પણ શાનદાર

કંપનીનો દાવો છે કે Toyota Taisorનું ટર્બો મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ 21.7 કિમી/લિટર અને ઓટોમેટિક વેરિઅન્ટ 20.0કિમી/લિટરનું માઈલેજ આપશે. તેનું સીએનજી વેરિઅન્ટ સૌથી વધુ 28.5 કિલોમીટર પ્રતિકિગ્રા સુધીનું માઈલેજ આપશે.

આ પણ વાંચોઃ IIT બોમ્બેના પ્લેસમેન્ટમાં મોટો ઘટાડો: 36% વિદ્યાર્થીઓને નથી મળી નોકરીની ઓફર

Back to top button