તેલંગાણામાં કોંગ્રેસ જીત તરફ, કોણ બનશે સીએમ ?
હૈદરાબાદ, 03 ડિસેમ્બર: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ છે, જેમાં આજે ચાર રાજ્યોમાં મતગણતરી ચાલુ છે. ત્યારે આ મતગણતરીમાં કોંગ્રેસ 64 બેઠક પર આગળ છે. જ્યારે BRS 44 બેઠક પર આગળ છે. પરંતુ પરિણામ પહેલાં એક્ઝિટ પોલ પર નજર કરીએ તો એક્ઝિટ પોલમાં પણ દક્ષિણના રાજ્ય તેલંગાણામાં મોટાભાગની એજન્સીઓએ કોંગ્રેસને જીત બતાવી છે. અત્યારે કર્ણાટક બાદ કોંગ્રેસ દક્ષિણના અન્ય એક રાજ્યમાં પોતાની સરકાર બનાવતી જણાય છે. તે જ સમયે, ચૂંટણી પરિણામોને લઈને સૌથી વધુ ચર્ચામાં રહેલી વાત એ હશે કે કોંગ્રેસ કોને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે ? ચાલો જાણીએ.
તેલંગાણામાં હાલ મતગણતરી ચાલુ છે, જેમાં કોંગ્રેસ જીતની નજીક
- કોંગ્રેસ: 64 બેઠક પર આગળ
- BRS: 44 બેઠક પર આગળ
- ભાજપ: 07 બેઠક પર આગળ
- AIMIM: 03 બેઠક પર આગળ
- અન્ય: 01 બેઠક આગળ
કોંગ્રેસે મીઠાઈ વહેંચવાની શરુ કરી દિધી, જૂઓ વીડિયો
#WATCH | Celebrations at Telangana Congress office in Hyderabad as early trends show lead on 47 seats for the party; party cadre chant “Bye. bye KCR”
BRS leading on 26 seats in early trends, as per ECI. pic.twitter.com/vyhCSqifJH
— ANI (@ANI) December 3, 2023
તેલંગાણામાં કોંગ્રેસના કાર્યકર્તામાં અલગ જ ઉત્સાહ, ફટાકડા ફોડી કરી રહ્યા છે ઉજવણી
#WATCH | Congress cadre burst firecrackers outside the office of the party’s state unit in Hyderabad as the party leads on 52 seats in Telangana pic.twitter.com/3Agy3Ha0rt
— ANI (@ANI) December 3, 2023
તેલંગાણામાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદ માટે કોણ કોણ છે દાવેદાર ?
મુખ્યમંત્રી પદ માટે ચાર મોટા ચહેરા
મુખ્યમંત્રીપદના દાવેદારોને સમજતા પહેલા તેલંગાણાના જાતિ સમીકરણને જાણવું જરૂરી છે. અહીંની રાજકીય ધરી રેડ્ડી અને દલિત-આદિવાસી સમુદાયોની આસપાસ ફરે છે. રાજ્યની વસ્તીના 15 ટકા દલિતો, આદિવાસીઓ નવ ટકા અને સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા રેડ્ડીની વસ્તી સાત ટકા હોવાનો અંદાજ છે.
કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદની રેસમાં અનેક ચહેરા હોવાની ચર્ચા છે. તેમાં રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ રેવન્ત રેડ્ડી, સાંસદો કેપ્ટન એન ઉત્તમકુમાર રેડ્ડી અને કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી અને ખમ્મમ જિલ્લાના ત્રણ વખત ધારાસભ્ય મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાનો સમાવેશ થાય છે. આ ચાર ઉમેદવારો મેદાનમાં છે, ત્રણ રેડ્ડીઝ અને દલિત નેતા ભટ્ટી, કોંગ્રેસ માટે પુષ્કળ વિકલ્પો છે. જો કે, પાર્ટી નેતૃત્વ ઘણી વખત દલિત નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરવાનો સંકેત આપી ચૂકી છે.
રેવંત રેડ્ડી, સૌથી મોટો ચહેરોઃ
કોંગ્રેસ તરફથી સૌથી મોટા દાવેદાર તરીકે જે નામની ચર્ચા થઈ રહી છે તે છે રેવંત રેડ્ડી. ખરેખર, રેવંત રેડ્ડી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ એકમના વર્તમાન અધ્યક્ષ છે. રેડ્ડી 2019માં જીતેલા તેલંગાણાના કોંગ્રેસના ત્રણ લોકસભા સાંસદોમાં સામેલ છે. આ વિધાનસભા ચૂંટણીમાં રેવંત તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સામે ચૂંટણી લડી છે. આ સ્પર્ધા સિદ્ધિપેટ જિલ્લાની ગજવેલ વિધાનસભા બેઠક પર જામી હતી.
દલિત નેતા ભટ્ટી વિક્રમાર્કનું નામ પણ ચર્ચામાં
રેવંત બાદ મુખ્યમંત્રીના ચહેરાઓમાં વરિષ્ઠ નેતા મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું નામ પણ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. વિક્રમાર્ક મધિરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યાંથી તેઓ વર્તમાન ધારાસભ્ય પણ છે. આંધ્ર પ્રદેશમાં પાર્ટીના એમએલસી બન્યા બાદ, વિક્રમાર્ક 2009માં પહેલીવાર મધિરા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સાથે પાર્ટીએ તેમને ચીફ વ્હીપ પણ બનાવ્યા હતા. જૂન 2011માં આંધ્ર પ્રદેશ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બનેલા વરિષ્ઠ નેતા 2014 અને 2018માં ફરીથી ધારાસભ્ય બન્યા. જાન્યુઆરી 2019 માં, વિક્રમાર્કાની તેલંગાણા વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષ (CLP)ના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વિક્રમાર્કના મોટા ભાઈ અવિભાજિત આંધ્રના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમના વચેટ ભાઈ પણ કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ઉત્તમ કુમાર રેડ્ડી પણ મોટા દાવેદાર
તેલંગાણામાં કોંગ્રેસે જે લોકસભા સાંસદોને ટિકિટ આપી છે તેમાં ઉત્તમ કુમાર રેડ્ડીનું નામ પણ છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ઉત્તમ સૂર્યપેટ જિલ્લાની હુઝુરનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં તેઓ નાલકોંડા લોકસભા સીટથી કોંગ્રેસના સાંસદ છે. 2019માં સાંસદ બનતા પહેલા રેડ્ડી હુઝુરનગર સીટ પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉત્તમ કુમાર રેડ્ડીએ BRSના શાણમપુડી સૈદી રેડ્ડીને 7,466 મતોથી હરાવ્યા હતા.
તેલંગાણા પહેલા, તેઓ 1999 થી 2014 વચ્ચે ત્રણ વખત આંધ્રપ્રદેશના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012 થી 2014 સુધી તેમણે આંધ્ર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી નિભાવી હતી. ભારતીય વાયુસેનામાં પાયલટ રહી ચૂકેલા ઉત્તમ કુમાર ફરી એકવાર 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં હુઝુરનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. અહીં ઉત્તમનો મુકાબલો BRSના વર્તમાન ધારાસભ્ય શાણમપુડી સૈદી રેડ્ડી અને ભાજપના શ્રીલતા રેડ્ડીથી છે.
સાંસદ કોમતી રેડ્ડી વેંકટ રેડ્ડી પણ મહત્ત્વનો ચહેરો
કોમતી રેડ્ડી ભુવનગિરી લોકસભા બેઠકના સાંસદ વેંકટ રેડ્ડી પણ તેલંગાણામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને નાલગોંડા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે પણ તેમનું નામ જોવામાં આવી રહ્યું છે. મે 2019માં 17મી લોકસભામાં ચૂંટાયા તે પહેલા તેઓ 2018 સુધી કોમાટી તેલંગાણાના ધારાસભ્ય હતા.
આ પહેલા તેઓ 1999 થી 2014 વચ્ચે ત્રણ વખત આંધ્રપ્રદેશથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે રાજ્યની વાયએસ રાજશેખર રેડ્ડીની સરકારમાં માહિતી પ્રૌદ્યોગિકી, રમતગમત અને યુવા કલ્યાણ મંત્રીની જવાબદારી પણ નિભાવી છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં મતગણતરી શરૂ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સત્તા માટે કસોકસ ખેંચતાણ