ટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડ

પર્યટકો માટે ‘સેલ્ફી’ લેવી પડી ભારે, કંઈક એવું થયું કે પ્રવાસીઓ ધ્રૂજવા લાગ્યા

  • ઈટલીના વેનિસમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ!
  • સારી સેલ્ફી માટે લોકો નિયમોની અવગણના કરવા પણ થઈ જાય છે તૈયાર

ઈટલી, 14 ડિસેમ્બર : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ઓનલાઈન ડેટિંગ સાઈટ પર સેલ્ફીનો વ્યાપ વધી રહ્યો છે. આવી જ એક સ્થિતિની વાત કરવામાં આવે તો ઈટલીના વેનિસમાં સેલ્ફી લેવાના પ્રયાસમાં એક ગોંડોલા બોટ પલટી ગઈ અને પ્રવાસીઓનું એક ગ્રુપ વેનિસની કેનાલમાં પડી ગયું હતું. સોશિયલ મીડિયા પર ત્વરિત પ્રસિદ્ધિના કારણે જે વાતાવરણ સર્જાયું છે તેમાં લોકો સારી સેલ્ફી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તેમાં નિયમોની અવગણના પણ સામેલ છે.

 

આ સમગ્ર વિચિત્ર ઘટના કેવી રીતે બની ?

સ્થાનિક અહેવાલ અનુસાર, જ્યારે ગોંડોલિયર(બોટ ચાલક) એક બ્રિજની નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેણે ગોંડોલા બોટ પર બેઠેલા લોકોને સ્થિર રહેવા કહ્યું. પરંતુ બોટ પરના લોકો સેલ્ફી લઈ રહ્યા હતા તેથી તેઓએ ગોંડોલિયરની વાત પર ધ્યાન ન આપ્યું. ચેતવણી છતાં, બોટ પર સેલ્ફી લેતા લોકોનું આખું વજન એક તરફ ખસી ગયું અને તે ઊંડી નહેરમાં પલટી ગઈ.

ગોંડોલિયર માટે પણ બચાવ સરળ ન હતો. લોકોને કિનારે લાવવા માટે ગોંડોલિયરે પણ વારંવાર ઉંડા કેનાલમાં ડૂબકી મારીને એક પછી એક લોકોને બચાવ્યા હતા. રાહદારીઓએ આ અકસ્માતનો એક વીડિયો પણ બનાવ્યો. જે ટિક ટોક સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયો ફૂટેજમાં લોકો ઠંડીથી ભીના અને ધ્રૂજતા જોવા મળે છે.

વેનેઝિયા નોન ઇ ડિઝનીલેન્ડ (વેનિસ ડિઝનીલેન્ડ નથી) નામના સોશિયલ મીડિયા એકાઉન્ટે જણાવ્યું હતું કે, “ગ્રુપને ઠંડીથી બચાવવા માટે “ગરમ જગ્યાએ” રાખવામાં આવ્યા અને આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.”

જૂઓ બપોર સુધીના ટૉપ-10 સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર

વેનિસમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો

ઉલ્લેખનીય છે કે, વેનિસમાં સતત એવી ફરિયાદો મળી રહી હતી કે અહીં વધુ પ્રવાસીઓ આવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રજાઓ પર આવતા લોકો હોય કે ક્રુઝ શિપ ડેટ્રિપર્સ હોય, વેનિસ વર્ષના મોટાભાગના સમય માટે ભરચક રહે છે જેના કારણે સામાન્ય લોકોને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

વેનિસ માટે પ્રવાસીઓની સંખ્યા એક મોટો પડકાર બની રહ્યો છે. તેનાથી નિપટવા માટે અહીંના પ્રશાસને ખૂબ જ વિચિત્ર નિર્ણય લીધો છે. જેમાં 2024થી એપ્રિલ અને જુલાઈ વચ્ચેના અમુક દિવસોમાં અહીં આવનારા લોકો પાસેથી દૈનિક પાંચ યુરો ફી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2021માં વેનિસે પ્રદૂષણ અને શહેરના પાયાને ધ્યાનમાં રાખીને ક્રુઝ જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ પ્રવાસીઓની સંખ્યા દરરોજ વધી રહી છે, પરંતુ કોઈએ આ પ્રતિબંધો પર ધ્યાન આપ્યું નહીં.

આ પણ જુઓ :ગૂગલ મેપના વપરાશકર્તાઓ માટે કંપનીએ લોન્ચ કર્યું પાવરફુલ ફીચર, જાણો શું છે ?

Back to top button