ગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢ: લીલી પરિક્રમાનો રેકોર્ડ તુટ્યો, જાણો કેટલા ભાવિકો બોરદેવી વટાવી વતન ભણી રવાના

  • પ્રવાસીઓનો પ્રવાહ ઘટ્યો છે અને 50 હજાર યાત્રિકો રૂટ ઉપર
  • માત્ર 4 દિવસમાં 13.25 લાખ પરિક્રમાર્થીએ પરિક્રમા માટે જંગલમાં પ્રવેશ કર્યો
  • આજે રવિવારે ત્રુટક ત્રુટક ભાવિકો આવે તેવી સંભાવના છે

જૂનાગઢમાં લીલી પરિક્રમાનો રેકોર્ડ તુટ્યો છે. જેમાં 12.25 લાખ ભાવિકો બોરદેવી વટાવી વતન ભણી રવાના થયા છે. ગિરનાર જંગલમાં 4 દિવસમાં કુલ 13.25 લાખ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યા છે. તેમાં પરિક્રમા વહેલી પૂર્ણ થવાના એંધાણ છે. તેમજ પ્રવાહ ઘટ્યો છે અને 50 હજાર યાત્રિકો રૂટ ઉપર છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી જાપાન ગયા, ગૃહમંત્રી આજથી દુબઈમાં જાણો શું છે કાર્યક્રમ

પરિક્રમા વહેલી પૂર્ણ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે

ભજન-ભોજન અને ભક્તિના સમન્વય સાથેની ગિરનારની પ્રકૃતિની ગોદમાં અલૌકિક એવી આસ્થાની લીલી પરિક્રમામાં આ વર્ષે ભાવિકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, માત્ર 4 દિવસમાં 13.25 લાખ પરિક્રમાર્થીએ પરિક્રમા માટે જંગલમાં પ્રવેશ કર્યો અને તેમાંથી 12.25 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરીને વતન ભણી રવાના થયા છે, જયારે 50 હજારથી વધુ યાત્રિકો હજુ રૂટ ઉપર છે. બપોરથી ભાવિકોનો પ્રવાહ ઘટ્યો છે, જેથી પરિક્રમા વહેલી પૂર્ણ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

ગત બુધવારે સવારે 4.15 કલાકે લાખો ભાવિકોએ પરિક્રમા શરુ કરી હતી

ગત બુધવારે સવારે 4.15 કલાકે લાખો ભાવિકોએ પરિક્રમા શરુ કરી હતી, અને ચાર દિવસના અંતે 13.25 લાખ ભાવિકો ગીરનારની ગોદમાં આવીને પ્રકુતિના ખોળે ભજન-ભોજન અને ભક્તિના આનંદમય વાતાવરણમાં પરિક્રમાનો લ્હાવો ઉઠાવી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જો કે, સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઘટ્યો હતો, ભરડાવાવથી તળેટી સુધીના માર્ગો ઉપર ભવનાથ જવાનો રસ્તાઓ ખાલી જોવા મળતો હતો, જેમાં એકલ-દોકલ પરિક્રમાર્થીઓ આવી રહ્યાનું નજરે ચડતું હતું, પરંતુ રિક્ષા અને એસટી બસમાં સારો એવો ઘસારો જોવા મળી રહ્યો છે.

આજે રવિવારે ત્રુટક ત્રુટક ભાવિકો આવે તેવી સંભાવના છે

પગપાળા આવતા ભાવિકોની સંખ્યા નહિવત જોવા મળી હતી, પરંતુ 13.25 લાખ ભાવિકો પૈકી 12.25 લાખ ભાવિકોએ રાત સુધીમાં બોરદેવી ગેઇટમાંથી બહાર નીકળીને પોત-પોતાના વતન ભણી વાટ પકડી હતી, જેના પરિણામે તળેટીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ ભરચક અને હૈયે-હૈયું દળાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જેને લીધે બહાર નીકળવામાં એકાદ કલાક જેવો સમય વીતી જાયે તેવો ટ્રાફિક ભવનાથના માર્ગો ઉપર જોવા મળી રહ્યો હતો. આજે રવિવારે ત્રુટક ત્રુટક ભાવિકો આવે તેવી સંભાવના છે.

Back to top button