નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ, ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયુ
- જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે
- મહાકાય નંદીની પ્રતિમા પાણીના વહેણમાં તણાઇ ગઈ
- નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયુ છે. તેમજ નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. મહાકાય નંદીની પ્રતિમા પાણીના વહેણમાં તણાઇ ગઈ છે. પ્રતિમા 2 વર્ષ પહેલા સહેલાણીઓ આકર્ષવા મુકાઇ હતી.
આ પણ વાંચો: ગુજરાત: નર્મદા નદીના વ્યાસ બેટમાં ફસાયેલા લોકોનો એરફોર્સે દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યા
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે
નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં સેલંબામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સેલંબાની તરાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરે સુધી પાણી ઘૂસી આવ્યા હતા. ગામોના અનેક રસ્તાઓ કોઝવેમાં ડૂબી ગયા હતા. સાગબારાનો ચોપાડવાવ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ આજે ઘર બહાર નિકળતા પહેલા આ સમાચાર ખાસ વાંચજો
નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. હાલ, નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. ગઇકાલે બપોરે નર્મદા ડેમના સૌ પ્રથમ 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, તબક્કાવાર કુલ 23 ગેટ ખોલી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા હતા. રેંગણ, વાસણ ગામ પાસે નર્મદા નદી કિનારે મુકવામાં આવેલ મહાકાય નંદીની પ્રતિમા નર્મદા નદીના વહેણમાં તણાઇ ગઈ હતી. મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ રેંગણ વાસણ ગામે નર્મદા કિનારે એક રિસોર્ટ માલિક દ્વારા આ નંદીની મહાકાય પ્રતિમા મુકવામાં આવી હતી. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો નંદી પાસે રોકાઈ ફોટો સૂટ કરી આગળની પરિક્રમા શરૂ કરતાં હતાં.