ઉત્તર ગુજરાત

ડીસામાં રાત્રે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં રાત્રે 8:00 વાગ્યા થી કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા શરૂ થઈ ગયા હતા. અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે માર્ગો જાણે નદીમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અહીંના ઓવરબ્રિજ ઉપર પણ પાણી ભરાયા હતા. વાહનો ચાલતા ઓવરબ્રિજના પાણી ઉડીને રોડ ઉપર પડતા હતા. જ્યારે સતત વરસી રહેલા વરસાદના પગલે શહેરના રોડ, ગાયત્રી મંદિર થી કેનાલ કોલોની તરફના બંને સાઈડના સર્વિસ રોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નુું આયોજન

જ્યારે રેજીમેન્ટ રોડ, પિંક સીટી વિસ્તાર સહિત નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતા. એક કલાક થી પણ વધુ ધોધમાર વરસાદ ચાલુ રહેતા શહેરના ઘણા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Back to top button