અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં ઠેર-ઠેર ધોધમાર વરસાદ, પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ તસ્વીરો

Text To Speech

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સમી સાંજે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. સાંજના સુમારે પહેલા ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ. ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો. એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં બરફ પણ પડ્યો. આજે IPLની ફાઈનલ મેચ પણ વરસાદને કારણે અટકી પડી છે.

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જાણે ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાઈ ગયો. જેમાં સમગ્ર એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે વિઝિબિલીટી ઘટી ગઈ. જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતી પણ સર્જાઈ હતી. અમદાવાદના થલતેજ, ઈસ્કોન, બોડકદેવ, સેટેલાઈટ, પ્રહલાદનગર, શિવરંજની, આંબાવાડી, લો ગાર્ડન સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.

AHD-HDNEWS
અમદાવાદમાં વરસાદ સાથે કરા પડ્યા

આ ઉપરાંત રવિવારની રજા માણવા માટે સહપરિવાર બહાર નિકળેલા લોકો પણ ભીંજાઈ જતા તેમની મજા બગડી હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી અને ભારે ઉકળાટ તથા બફારાથી રાહત મળી હોવાનું જણાવ્યું હતું.

આમ અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર કમોસમી વરસાદને કારણે હાલ તો વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો વળી શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાઓ અને સત્તાધીશો દ્વારા પ્રિમોન્સુન કામગીરી સામે નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં આ કારણે થયુ કમોસમી માવઠું

Back to top button