અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

Text To Speech

રાજ્યભરમાં આજે વરસાદની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરના તમામ જિલ્લા-તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે.

rain-1-hdnews

ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યારસુધીમાં પડવો જોઈએ એના કરતાં 107 ટકા વધુ વરસાદ પડી ગયો છે. વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 8 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઇવે, થલતેજ પ્રહલાદનગર સહિતના લગભગ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે વરસાદને લઈને શહેરભરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં સવારના 8થી બપોર પછીના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જામનગરમાં 8 ઈંચ, અંજારમાં 8 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

એને લઈને મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે. અંજારના નાગલપર પાસે નદીમાં ઘોડાપૂર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા

 

Back to top button