ગુજરાત

પાટણના હાસાપુરગામમાં ટોપલા ઉજાણી યોજાઈ, જાણો ધાર્મિક મહત્ત્વ

Text To Speech

ભાદરવા મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં ટોપલા ઉજાણીનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ જિલ્લા અને તાલુકાના અનેક ગામોમાં ભાદરવા મહિનામાં પરંપરાગત ટોપલા ઉજાણીઓ નીકળે છે .જેનું ધાર્મિક દ્રષ્ટિએ પણ સવિશેષ મહત્વ રહેલું છે. આ ઉજાણીમાં ટોપલાં ઉપાડવાનો આનંદ અનેરું ગૌરવ અનુભવાય છે.

એકબીજાનો પરિચય અને સંબંધ પણ કેળવાય

ખાસ કરીને નવા લગ્ન કરેલ વહુઓને ખાસ ઉજાણી પ્રસંગે તેડાવીને તેમને માથે ટોપલો ઉપાડવાનું ગૌરવ પ્રદાન કરવામાં આવે છે. ધાર્મિક ઉપરાંત સામાજિક દ્રષ્ટિએ પણ સમૂહ ટોપલાં ઉજાણીનું મોટું માહાત્મ્ય રહ્યું છે. જેમાં સૌ સાથે નીકળતા હોઈ એકબીજાનો પરિચય અને સંબંધ પણ કેળવાય છે. ઉજાણી નિમિત્તે અનેરા આનંદ ઉમંગ સાથે બહેનો ઘરેથી સજીધજીને ટોપલા ઉપાડીને વાજતે ગાજતે નીકળે છે અને વર્ષોથી નિયત સ્થળોએ પહોંચીને માતાજીને પ્રસાદ નૈવેદરૂપે ધરે છે.

મારુતિ હનુમાન દાદાના મંદિરથી ભવ્ય ટોપલા ઉજાણી નીકળી

પાટણના હોસાપુર ગામમાં વર્ષોની પરંપરા મુજબ ભાદરવા સુદ નોમના દિવસે ગામમાં આવેલ મારુતિ હનુમાન દાદાના મંદિરથી ભવ્ય ટોપલા ઉજાણી નીકળી હતી. જેમાં તમામ સમાજની મહિલાઓ આ ટોપલા ઉજાણમાં જોડાઇ હતી. હનુમાન દાદાના મંદિરથી નીકળેલી આ ટોપલા ઉજાણી પટેલવાસમાં ધાર્મિક વિધિ કરી ઠાકોરવાસમાં જોગણી માતાના મંદિરે દર્શન કરી ટોપલા ઉજાણી પુરી થઈ હતી. ટોપલા ઉજાણીમાં રાજકિય અને સામાજિક આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button