ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

દક્ષિણ કોરિયામાં વિપક્ષી પાર્ટીના ટોચના નેતા પર છરી વડે હુમલો, હોસ્પિટલમાં દાખલ

  • પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે વિપક્ષી નેતા પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જીવલેણ હુમલો
  • દક્ષિણ ભાગના શહેર બુસાનની મુલાકાત દરમિયાન વિપક્ષી નેતા સાથે બન્યો બનાવ

દક્ષિણ કોરિયા, 2 જાન્યુઆરી : દક્ષિણ કોરિયામાં એક હ્રદયસ્પર્શી ઘટના બની છે. અહેવાલ અનુસાર, અહીંના મુખ્ય વિપક્ષી પક્ષના ટોચના નેતા લી.જે.મ્યુંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતા પર પત્રકાર પરિષદ દરમિયાન હુમલાખોર દ્વારા ગળા પર છરી વડે હુમલો કરવામાં આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મંગળવારે દક્ષિણ ભાગના શહેર બુસાનની મુલાકાત દરમિયાન મ્યુંગને ગળામાં છરી મારવામાં આવી હતી. એરપોર્ટની મુલાકાત લેતી વખતે અજાણ્યા હુમલાખોર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

 

હુમલાખોર ઓટોગ્રાફ માંગવા આવ્યો હતો

મળતી માહિતી મુજબ, હુમલો કરનાર વ્યક્તિ જે.મ્યુંગ પાસે ઓટોગ્રાફ માંગવા ગયો હતો. હુમલાખોર 50 કે 60 વર્ષનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. ઓટોગ્રાફ માંગતી વખતે તે અચાનક આગળ વધી ગયો અને નેતા પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવ્યો હતો અને સ્થળ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

વિપક્ષી નેતા હોસ્પિટલમાં દાખલ

લી પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ વિપક્ષી નેતા પર હાથ લંબાવીને હુમલો કરી રહ્યો છે. આ હુમલાને કારણે લીનો ચહેરો બગડી જાય છે અને તે જમીન પર પડી જાય છે. ઘટના બાદ ઘાયલ લીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.

અગાઉ પણ આવા હુમલા થયા

દક્ષિણ કોરિયામાં બંદૂકની માલિકી પર કડક નિયંત્રણો છે, પરંતુ દેશનો રાજકીય હિંસાનો ઇતિહાસ છે જેમાં અન્ય પ્રકારના શસ્ત્રો પણ સામેલ છે. 2006માં તત્કાલીન કન્ઝર્વેટિવ પાર્ટીના તત્કાલિન નેતા પાર્ક જ્યુન હે પર પણ 2006માં એક કાર્યક્રમમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેના ચહેરા પર એક ઘા પડ્યો હતો જેની સર્જરી કરવામાં આવી હતી. બાદમાં તે દેશના રાષ્ટ્રપતિ પણ બન્યા.

આ પણ જુઓ :મણિપુરમાં ફરી હિંસા, 4 સ્થાનિકોના મોત : ઈમ્ફાલ ખીણમાં કર્ફ્યુ

Back to top button