પાકિસ્તાન બોર્ડર પાસે ક્રેશ થયું વિમાન, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ કમાન્ડરનું મૃત્યુ
ઈરાન, 4 નવેમ્બર : ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર અને તેના પાઈલટ સોમવારે ઈરાનમાં પાકિસ્તાન સરહદ નજીક એક અભિયાન દરમિયાન ‘ઓટોગાયરો’ (હેલિકોપ્ટર જેવું વિમાન) ક્રેશ થતાં મૃત્યુ પામ્યા હતા. સરકારી ટીવી ચેનલના અહેવાલ મુજબ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત સિરકાન સરહદી વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન જનરલ હમીદ મઝંદરાનીનું મૃત્યુ થયું હતું. અર્ધ-સત્તાવાર તસ્નીમ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ દુર્ઘટના લશ્કરી કવાયત દરમિયાન થઈ હતી.
સરહદ પર દેખરેખ રાખવા માટે વપરાય છે
‘ઓટોગાયરો’ રોટર ડિઝાઇનમાં હેલિકોપ્ટર જેવું જ છે, પરંતુ તે સરળ અને નાનું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઈરાનમાં પાયલોટ તાલીમ અને સરહદી દેખરેખ માટે થાય છે. આ વિમાન બે લોકોને લઈ જવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો : શું અમેરિકામાં પણ ભારત જેવું ચૂંટણી પંચ છે, તે કેવી રીતે કામ કરે છે, કેટલું શક્તિશાળી છે?