આંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

ટોચના ઉદ્યોગપતિ, ટાટા જૂથના મોભી રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

Text To Speech

મુંબઈ, 09 ઑક્ટોબર, 2024: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને ટાટા જૂથના મોભી રતન તાતાનું આજે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. વાસ્તવમાં આજે સાંજે તેમની તબિયત લથડી ગઈ હતી અને તેમને ક્રિટિકલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બે દિવસ પહેલાં જ તેમની બીમારી વિશેના સમાચારોને રતન તાતાએ પોતે નકારી કાઢ્યા હતા એ કારણે મોટાભાગના મીડિયાએ આજે તેમની બીમારી વિશેના સમાચારને ધ્યાનમાં લીધા નહોતા.

જોકે, આજે 9મી ઑક્ટોબરની મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાય છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જોકે એ સારવારને તેઓ પોતે રૂટિન ચેકઅપ ગણાવતા હતા.

રતન તાતાના નિધન અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી, ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત અનેક રાજકીય નેતાઓ તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તત્કાળ તેમના એક્સ હેન્ડલ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો અને શ્રી તાતા સાથેના તેમનાં સંસ્મરણોને યાદ કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ તેમના શોકસંદેશમાં જણાવ્યું કે, દેશે એક મહાન વ્યક્તિત્વ ગુમાવી દીધું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટાને દીર્ઘદૃષ્ટા ઉદ્યોગ અગ્રણી, ઉમદા વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હતા.

અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત સ્વર્ગસ્થ રતન તાતાને અંજલી આપી હતી.

રતન તાતાને બુધવારે મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત કથળી ગયેલી હોવાથી તેમને બચાવી શકાયા નહોતા. 28 ડિસેમ્બર, 1937ના રોજ જન્મેલા રતન તાતા દેશના ઉદ્યોગપતિઓ પૈકી ઘણું સન્માન ધરાવતા હતા.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ રતન તાતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ ICUમાં દાખલ હોવાની વાતને રતન ટાટાએ આપ્યો રદીયો, કહી આ વાત

Back to top button