બિઝનેસ

ફાર્મા ક્ષેત્રની ટોચની ગુજરાતી કંપનીની વિસ્તરણની યોજના, JFL લાઈફ સાયન્સ IPO દ્વારા 18.17 કરોડ એકઠાં કરશે

Text To Speech

કોરોના મહામારી બાદ ફાર્મા સેક્ટરનો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. જોકે, કાચામાલની ઉંચી કિંમતોના કારણે છેલ્લા કેટલાક સમયથી કંપનીઓના નફાના માર્જિન પર અસર જોવા મળી રહી છે, પરંતુ મોટા ભાગની કંપનીઓ નિકાસ હિસ્સો વધારી વિસ્તરણની યોજના ઘડી રહ્યાં છે.

25 ઓગસ્ટે IPO ખુલશે
ગુજરાતની અગ્રણી જેએફએલ લાઇફ સાયન્સસ લિમિટેડ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વ્યવસાયમાં ટોચનું સ્થાન ધરાવે છે. કંપનીએ આફ્રિકન તેમજ અન્ય દેશોમાં કુલ ઉત્પાદનમાંના 80 ટકા નિકાસ હિસ્સો ધરાવે છે. કંપનીએ વિસ્તરણ અર્થે ગતવર્ષે બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. વિસ્તરણની સાથે સાથે ડેટનો બોજ હળવો કરવા માટે કંપની IPO દ્વારા રૂ.18.17 કરોડ એકત્ર કરવા જઇ રહી છે. ઈસ્યુ 25મી ઓગસ્ટે ખુલશે અને NSE ઇમર્જ પર લિસ્ટ થશે.

કુલ 1,50,000 ઇક્વિટી શેર માર્કેટ મેકર માટે આરક્ષિત રહેશે
જેએફએલ લાઇફ સાયન્સસ લિમિટેડનો પબ્લિક ઇશ્યૂ 61 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના ભાવે (₹51/-ના સિક્યોરિટીઝ પ્રીમિયમ સહિત)ની રોકડ માટે ફેસ વેલ્યુ રૂ.10 (“ઇક્વિટી શેર્સ”)ના 29,78,૦૦૦ ઇક્વિટી શેરનો છે. કુલ 1,50,000 ઇક્વિટી શેર માર્કેટ મેકર માટે આરક્ષિત રહેશે. ઇશ્યૂ, માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ ને બાદ કરતા, એટલે કે રૂ.10 દરેકના ફેસ વેલ્યુના 28,28,000 ઇક્વિટી શેરનો ઇશ્યૂ રૂ.61/- પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ ભાવે છે.

કંપની અનેક દેશમાં ઉત્પાદન કરશે
જેએફએલ લાઇફ સાયન્સસ લિમિટેડના સ્મિરલ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું કે તેમના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ડ્રાય પાઉડર ઇન્જેક્શન્સ, ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ્સ સોલિડ ઓરલ ડોઝ ફોર્મ અને ટેબ્લેટ અને કેપ્સ્યુલ્સ સોલિડ ઓરલ ડોઝ ફોર્મ અને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. કંપનીએ કેન્યા, નાઈજીરીયા, યમન અને મ્યાનમાર જેવા વિવિધ દેશોમાં ઉત્પાદન કરવા માટે તેમના ઉત્પાદનોની નોંધણી કરી છે.

Back to top button