ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

કીર્તિદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિત ટોચના કલાકારોએ શામળાજી મહોત્સવમાં કરી જમાવટ

  • પ્રથમ દિવસે કીર્તિદાન ગઢવીને અને બીજા દિવસે અનિરૂધ્ધ આહિરે રેલાવ્યા સૂર
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની શાનદાર ઉજવણી

અરવલ્લી, 4 ડિસેમ્બરઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત શામળાજી મહોત્સવ 2023 ની ઉજવણીની શરૂયાત કરવામાં આવી અને પ્રથમ દિવસે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી. બીજા અને અંતિમ દિવસે અનિરુધ્ધ આહિરે રેલાવ્યા સૂર, શામળાજી મંદિરના પરિસરમાં આ ભવ્યાતિ ભવ્ય ઔતિહાસિક કાર્યક્રમ ઉજવાયો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

અરવલ્લી જિલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે આવેલા રમણીય પુરાતન શામળાજી મંદિરમાં દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન થતાં જ ભગવાન પ્રત્યે અનુરાગ જાગે અને મૂર્તિ આગળથી ખસવાનું મન ન થાય. નમ્ર ભાવે આનંદવિભોર બનીને અહીં પરમાત્માના શ્યામલ સ્વરૂપના સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની વાત કરીએ તો મંદિરની ઇમારત પર શિલ્પો ખૂબજ સુંદર રીતે કંડારવામાં આવેલા છે. જે દરેકને મંત્રમુગ્ધ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

શામળાજી મહોત્સવ ૨૦૨૩ની ઉજવણીમાં અરવલ્લી જિલ્લાની ખુબજ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને મહોત્સવને માણ્યો હતો. પ્રથમ દિવસે કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી ઓળખ ડાયરો પ્રસ્તુત કર્યો હતો અને પ્રારંભ કલાવૃંદ દ્વારા મિશ્રરાસથી સુંદર કલાકૃતિ ભજવી હતી.અને શામળાજી મહોત્સવના અંતિમ દિવસે ઝાંઝરી ગ્રુપ દ્વારા કૃષ્ણલીલા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી જેમાં શામળાજી ધામમાં બેસેલા લોકોએ સાક્ષાત કૃષ્ણભગવાનના દર્શન થયા હોય તેવી અનુભૂતિ કરી હતી.ત્યારબાદ શામળાજી પ્રાંગણમાં અનિરૂધ્ધ આહિરે કચ્છી સૂર રેલાવ્યા અને સૌને ગરબા અને લોકગીતોથી મંત્રમુગ્ધ કર્યા હતા.ખૂબજ સુંદર કલાકૃતિઓ અને ભક્તિ અને સંગીત અને કલાના સમન્વય સાથે શામળાજી મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું.

શામળાજી-ળઅળાૈે
શામળાજી-Photo by Informataion dept

 

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા મંત્રીશ્રી પંચાયત અને કૃષિ ,માન. પ્રભારી મંત્રીશ્રી,અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્ય, શ્રી બચુભાઈ ખાબડ,સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા, ધારાસભ્ય શ્રી ભિલોડા પી.સી.બરંડા, ધારાસભ્ય શ્રી બાયડ ધવલસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રીએન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એન.કુચારા, પ્રાંત અધિકારી શ્રી અમિત પરમાર તેમજ રમતગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાઅધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ અને ખૂબજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

Back to top button