Lookback 2024અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

Lookback 2024: ટોચના 10 ભારતીય સ્ટાર્ટઅપ્સ: Zepto યાદીમાં આગળ

નવી દિલ્હી: ભારતીય સ્ટાર્ટઅપ્સે જાન્યુઆરીથી ઓગસ્ટ 2024 સુધીમાં સાહસ મૂડી ભંડોળ દ્વારા USD 7.5 બિલિયન એકત્ર કર્યા હોવાનું ગ્લોબલ ડેટાના રિપોર્ટમાં બહાર આવ્યું છે. નવીનતા અને સ્ટાર્ટઅપને પોષવા તેમજ દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રોકાણને પ્રોત્સાહિત કરવા અને મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે, ભારત સરકારે જાન્યુઆરી 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી. ભારતે 2018માં 15%ના નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ દરનો અનુભવ કરીને, વિશ્વમાં ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) મુજબ, ઇન્ક્યુબેટર અને એક્સિલરેટર્સની સંખ્યામાં 11%નો વધારો જોવા મળ્યો છે.

look back - startup - HDNews

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું અનુમાન

S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સની આગાહી છે કે, ભારતની નોમીનલ GDP નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં લગભગ બમણી થઈને $7 ટ્રિલિયનથી વધુ થઈ જશે, જે નાણાકીય વર્ષ 2023-24માં $3.6 ટ્રિલિયનથી વધુ છે, જેનાથી 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જવાનું અનુમાન છે, બહુરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતને “વૈશ્વિક આર્થિક ક્ષિતિજ પર તેજસ્વી સ્થાન” તરીકે રજૂ કરે છે.

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઉલ્લેખનીય છે કે, PitchBook દ્વારા બે ભારતીય શહેરોને વૈશ્વિક સ્તરે ટોચના 50 સ્ટાર્ટઅપ શહેરોમાં દર્શાવવામાં આવ્યા છે, જેમાં બેંગલુરુ અને મુંબઈ ભારતના સ્ટાર્ટઅપ શહેરો તરીકે આગળ વધી રહ્યા છે. Linkedin દ્વારા તાજેતરમાં ભારત માટે પોતાની સાતમી વાર્ષિક ટોચના સ્ટાર્ટઅપ્સની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં દેશની ઉભરતી કંપનીઓને તેમના ડેટાના આધારે હાઇલાઇટ કરવામાં આવી છે. 2024માં ટોચના 10 ઊભરતાં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં સામેલ ઈ-ગ્રોસરી સ્ટાર્ટઅપ Zeptoએ 2023માં લગભગ એક વર્ષમાં 1 અબજ-ડોલરના મૂલ્યાંકનનો આંકડો પાર કરનાર દેશનું પ્રથમ સ્ટાર્ટઅપ બન્યું હતું અને હવે તે 2024ના ટોચના ભારતીય સ્ટાર્ટઅપ તરીકે આગળ છે.

મહત્ત્વપૂર્ણ છે કે, 2024ની હુરુન રિચ લિસ્ટ અનુસાર ઝેપ્ટોના સ્થાપકો કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાએ ભારતના સૌથી યુવા અરબપતિ બન્યા છે. જેમની કુલ કિંમત અનુક્રમે INRA 3,600 કરોડ અને રૂ. 4,300 કરોડ રૂપિયા છે.

2024માં ભારતના ટોપ 10 ઉભરતા સ્ટાર્ટઅપ્સ:

રેન્ક  કંપની  ઇન્ડસ્ટ્રી  હેડક્વાર્ટર 
1 Zepto  ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને ઈન્ટરનેટ  મુંબઈ 
2 Sprinto  સોફ્ટવેર ડેવેલપમેન્ટ  બેંગલુરુ 
3 Lucidity  સોફ્ટવેર ડેવેલપમેન્ટ  બેંગલુરુ 
4 GrowthX સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ  પૂણે 
5 Jar ફાઈનેન્શિયલ સર્વિસ  બેંગલુરુ 
6 Wiingy ઇન્ટરનેટ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ્સ  બેંગલુરુ 
7 SourceBae ઇન્ટરનેટ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ્સ  ઈન્દોર 
8 BiofuelCircle સોફ્ટવેર ડેવેલપમેન્ટ  પૂણે 
9 Supersourcing ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને ઈન્ટરનેટ  ઈન્દોર 
10 Battery Smart ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન અને સ્ટોરેજ   ગુરુગ્રામ

આ પણ જૂઓ: ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ અને MSME ઉદ્યોગ ક્ષેત્રે પાંચમા ક્રમે આવ્યું, જાણો વિગતે

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button