બિઝનેસ

નવરાત્રિ પહેલા આ 10 કારની જોરદાર ડીમાંડ, ધડાધડ બુકિંગ, જાણો સમગ્ર વિગત

Text To Speech

દેશમાં તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે. જો તમે આ તહેવારોમાં નવી કાર ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ સારા છે. આજે અમે તમને એવી 10 કાર વિશે જણાવીશું જે ગત મહિનામાં સૌથી વધુ વેચાઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મારુતિ સુઝુકી બલેનોએ સૌથી વધુ બદલાવ કર્યો છે. બેલેનો છેલ્લા 4 મહિનાથી સતત નંબર 1 પર રહીને મારુતિ સુઝુકી વેગનઆરને પાછળ છોડી દે છે.

પહેલા નંબર પર મારુતિનીબલેનો કાર

છેલ્લા 6 મહિનાઓમાં સૌથી વધુ વેચાયેલી ગાડી પર નજર કરીએ તો..પહેલા નંબર પર મારુતિની બલેનો કાર છે જેનું સૌથી વધુ વેચાણ થયું છે. બીજા નંબર પર મારુતિ સુઝુકીની વેગેનાર છે.જયારે ત્રીજા નંબર પર મારુતિ સુઝુકીની વીટ્રા બ્રેઝા છે. ચોથા નંબર પર ટાટાની નેક્સા છે. પાંચમાં નંબરની વાત કરીએ તો મારુતિ સુઝુકી અલ્ટો કાર છે. છઠ્ઠા નંબર પર હોન્ડાઈની ક્રેટા છે. જયારે સાતમાં નંબર પર ટાટાની પંચ છે. આઠમાં નંબર પર મારુતિ સુઝુકીની ઇકો કાર છે. નવમાં નંબર પર મારુતિ સુઝુકી ડીઝાયર છે. અને છેલ્લે 10માં નંબરે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર છે..

આમ છેલ્લા 6 મહિનાઓમાં સૌથી વધુ કાર મારુતિ કંપનીની વેચાઈ છે.ટોપ-10 ગાંડીઓની લિસ્ટમાં 7 ગાંડીઓ મારુતિ સુજુકી છે. આ યાદીમાં ટાટા મોટર્સની 2 ગાંડીઓ અને હોન્ડાઈની 1 કાર સામેલ છે.

Back to top button