એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલ

Breaking News : આવતીકાલની NEET-PGની પરીક્ષા સ્થગિત

Text To Speech
  • પેપરલીક પ્રકરણ બાદ NTA ના DG સુબોધ કુમારને પણ હટાવાયા
  • નિવૃત IAS પ્રદીપસિંહ ખરોલા લેશે સુબોધ કુમારનું સ્થાન

નવી દિલ્હી, 22 જૂન : દેશભરના વિધાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવતીકાલે લેવાનાર NEET-PGની પરીક્ષા સ્થગિત કરી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત અત્યારે મોદી સાંજે કરવામાં આવી છે. આ ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ (DG) સુબોધ કુમારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નિવૃત્ત IAS પ્રદીપ સિંહ ખરોલા NTAના મહાનિર્દેશક હશે. પ્રદીપ સિંહ ખારોલા કર્ણાટક કેડરના IAS રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરના NEET પેપર લીક અને UGC-NET પરીક્ષા પેપર લીક મુદ્દે NTA પર સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા. હવે આ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે. વિપક્ષ પેપર લીકને લઈને સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યો હતો અને દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા હતા.

એનટીએની રચના એટલા માટે કરવામાં આવી હતી કે પ્રવેશ પરીક્ષાઓ ખામીઓથી મુક્ત થઈ શકે, પરંતુ એનટીએનું મોડલ વારંવાર નિષ્ફળ થઈ રહ્યું છે. CSIR-UGC-NET પરીક્ષા 21મી જૂન (શુક્રવાર)ની રાત્રે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. પરીક્ષા મોકૂફ રાખવા પાછળ સંસાધનોની અછતનું કારણ જણાવવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, બિહાર, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આસામ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર… આ દેશના 15 રાજ્યો છે જ્યાં 41 ભરતી કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં પરીક્ષાના પેપર લીક થયા. તમામ મોટા રાજ્યોના કરોડો વિદ્યાર્થીઓ તેનાથી પરેશાન છે. NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ પછીના આ વિરોધે આ ગુસ્સાને માત્ર અવાજ આપ્યો છે.

Back to top button