પટના, 27 જાન્યુઆરી : બિહારના રાજકારણ માટે રવિવાર ‘સુપર સન્ડે’ સાબિત થઈ શકે છે. ભાજપે રવિવારે સવારે 9 વાગે બેઠક બોલાવી છે. ત્યારે જ રવિવારે સવારે 10 વાગે JDUના ધારાસભ્ય દળની બેઠક થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે જ સાંજે 4 વાગ્યે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. જેપી નડ્ડા નીતીશના નવમા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે.
બીજી તરફ બિહારમાં પણ શનિવાર રાજકીય ઉથલપાથલ વચ્ચે પસાર થયો હતો. શનિવારે આરજેડી અને ભાજપની મોટી બેઠક યોજાઈ હતી. લાલુના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તેજસ્વીએ કહ્યું કે બિહારમાં હજુ આ રમત રમવાની બાકી છે. ત્યારે ભાજપની બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પોતાના તમામ ધારાસભ્યોને સોમવાર સાંજ સુધી બિહારમાં રહેવા માટે કહ્યું છે. બીજી તરફ બિહાર સચિવાલયની રજા રદ કરવામાં આવી છે એટલે કે રવિવારે સચિવાલય ખુલ્લું રહેશે.
ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરી, રવિવારે સવારે 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક છે. જે બાદ એનડીએ વિધાનસભ્ય દળની બેઠક સીએમ હાઉસમાં જ યોજાશે. બેઠક બાદ નીતીશ બપોરે 12 વાગ્યે રાજ્યપાલને મળશે અને રાજીનામું સોંપશે. એનડીએના ધારાસભ્યોને સમર્થનનો પત્ર પણ આપશે. ત્યારબાદ 4 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નીતિશ કુમાર પ્રથમ વખત – 3 માર્ચ 2000, બીજી વખત – 24 નવેમ્બર 2005, ત્રીજી વખત – 26 નવેમ્બર 2010, ચોથી વખત – 22 ફેબ્રુઆરી 2015, પાંચમી વખત – 20 નવેમ્બર 2015, છઠ્ઠી વખત – 27 જુલાઈ 2017, સાતમી વખત – 16 નવેમ્બર 2020., આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા – 9 ઓગસ્ટ 2022ના રોજ.
બિહાર સચિવાલયની રવિવારની રજા રદ કરવામાં આવી છે
અટકળો વચ્ચે, બિહાર સચિવાલયની રજા રદ કરવામાં આવી છે, એટલે કે રવિવારે સચિવાલય ખુલ્લું રહેશે. કેબિનેટ એક એવી જગ્યા છે જ્યાંથી બધી વસ્તુઓ નિયંત્રિત થાય છે. આ ઉપરાંત રાજભવન પણ રવિવારે ખુલ્લું રહેશે. આનાથી સ્પષ્ટ છે કે રવિવાર બિહાર માટે ‘સુપર સન્ડે’ સાબિત થવાનો છે. બીજી તરફ નીતીશ કુમાર શનિવારે બક્સર પહોંચ્યા હતા. તેમની સાથે બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ જોવા મળ્યા હતા. બીજેપી નેતા રાધા મોહન સિંહ રાજભવન ખાતે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા હતા.