ગુજરાતટોપ ન્યૂઝ

આવતીકાલે ધો. 10-12 CBSEના રિઝલ્ટનો ફેક પત્ર વાઇરલ

Text To Speech
  • વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ નેટ પરથી મેળવી શકશે
  • ફેક લેટર વાઇરલ લેટર પર ધ્યાન આપશો નહિ
  • CBSE 10-12નું પરિણામ 11 તારીખે હોવાનો પત્રમાં ઉલ્લેખ

આવતીકાલે ધો. 10-12 CBSEના રિઝલ્ટનો ફેક પત્ર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં CBSEનું પરિણામ કાલે હોવાનો ફેક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. તેમાં પત્ર ખોટો હોવાની સ્પષ્ટતા CBSEએ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: FSIમાં જૂના જમીનમાલિકોને ફાયદો નહિ, AMCએ કર્યો આ નિર્ણય 

વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ નેટ પરથી મેળવી શકશે

CBSEએ પત્ર ખોટો હોવાની જાણકારી આપી છે. જેમાં CBSE 10-12નું પરિણામ 11 તારીખે હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફેક લેટરમાં લખવામાં આવ્યું છે કે CBSE નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર પરથી જાહેર કરશે. www.cbse.inc.in, www.cbseresults.inc.in અને www.results.inc.in પરથી વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોઈ શકશે. ધો. 10 અને 12ની લેવાયેલી CBSEની પરીક્ષાનું રિઝલ્ટ આવતીકાલે 11 મેના રોજ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ નેટ પરથી મેળવી શકશે.

આ પણ વાંચો:  ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળશે આ વિશેષ સારવાર 

ફેક લેટર વાઇરલ ના કરવો

ફેક લેટરમાં વધુમાં લખવામાં આવ્યું છે કે સ્કૂલને આખું રિઝલ્ટ તેમના રજિસ્ટર્ડ ઇ-મેલ આઇડી પર ઉપલબ્ધ થઈ જશે. ઉપરાંત સ્કૂલના ડીજી લોકરમાં પણ રિઝલ્ટ ઉપલબ્ધ થશે. માર્કશીટ-કમ- સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ, ઓન સ્કિલ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ parinam manjusha પર પણ ઉપલબ્ધ થશે, જે ડીજી લોકર સાથે જોડાયેલું છે, જેની લિંક છે http//cbse.digitallocker.gov.in, વિદ્યાર્થીઓના ડિજિટલ માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ પણ રખાયાં છે. જો કે, આ લેટર આખો ફેક હોવાથી કોઈએ આના પર ધ્યાન આપવું નહીં.

Back to top button