વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે રવિવારે ત્રિપુરા અને મેઘાલયની યાત્રા કરશે અને ત્યાં 6800 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ આપશે અને તેનો શિલાન્યાસ કરશે. પીએમઓમાંથી આવેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે આ યોજનાઓમાં રહેઠાણ, રસ્તાઓ, ખેતી, દુરસંચાર, આઇટી, પર્યટન અને આતિથ્ય સહિતની વિવિધ પરિયોજનાઓ સામેલ છે.
મોદી ઉત્તર-પુર્વ પરિષદના સ્વર્ણ જયંતિ સમારોહમાં પણ ભાગ લઇને શિલોંગમાં તેની બેઠકમાં હાજરી આપશે. અગરતલામાં મોદી વડાપ્રધાન આવાસ યોજના-શહેરી અને ગ્રામિણ હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ કરશે.
મોદીના આગમન પહેલા અગરતલા ચમકાવાયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ત્રિપુરાનો પ્રવાસ કરવાના છે. આ પહેલા રાજ્ય સરકારે સ્માર્ટ સિટી મિશનની પ્રવૃત્તિઓની સફળતા બતાવવા માટે બુધવારથી શનિવાર સુધી શહેરમાં મેગા સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ. વડાપ્રધાન રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીઓને લઇને ચુંટણી અભિયાન શરૂ કરવાના છે. જે વિસ્તારમાંથી પીએમનો કાફલો નીકળવાનો છે ત્યાં સફાઇ પર વિશેષ ધ્યાન અપાયુ હતુ.
સખત સુરક્ષા વ્યવસ્થા કરાઇ
પીએમ નરેન્દ્ર મોદીની યાત્રાને લઇને પુર્વોત્તર રાજ્યમાં સુરક્ષાવ્યવસ્થા સખત બનાવી દેવાઇ છે. ત્રિપુરામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. વડાપ્રધાન જે એરપોર્ટ પર આવવાના છે ત્યાં ચુસ્ત સુરક્ષા કરાઇ છે. કડક સિક્યોરિટી વચ્ચે વડાપ્રધાન એક રેલીને સંબોધિત કરશે.
આ પણ વાંચોઃ મેસ્સીનું SBI સાથે શું છે કનેક્શન ? જાણો સમગ્ર મામલો !